તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને Banks પણ બંધ રહેશે. આ મહિનામાં ઘણા તહેવારો છે, ધનતેરસ, દિવાળી, છઠ પૂજા, ભાઈબીજ સહિતનાં ઘણા તહેવારો છે. આ તહેવારોને કારણે Banks ઘણા દિવસો સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં, Banks ક્યારે બંધ રહેશે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને જ્ઞાન હોય તો તમે બેંકનાં તમામ કામ સમયસર પતાવી શકો છો.
આ પણ વાંચો – Political / રાહુલ ગાંધી અને સ્વાતિ માલીવાલે કોહલીનું કર્યુ સમર્થન, જાણો શું કહ્યું
આપને જણાવી દઇએ કે, નરક ચતુર્દશી, દિવાળી, કાળી પૂજા, ગોવર્ધન પૂજા, ભાઈબીજને લઈને આજથી 7 નવેમ્બર સુધી બેંકોમાં રજા રહેશે. એટલે કે 3 નવેમ્બરથી 7 નવેમ્બર વચ્ચે 5 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં છે. જો તમે પણ આવનારા દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો રજાઓની યાદી ચોક્કસ તપાસો, દેશભરનાં ઘણા રાજ્યોમાં 3 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી બેંકો બંધ રહેશે. બેંગલુરુમાં 3 નવેમ્બરે નરક ચતુર્દશીનાં દિવસે બેંકો બંધ રહેશે. નવેમ્બર 4 – અમાવસ્યા (લક્ષ્મી પૂજન)/દિવાળી/બેંગ્લોર સિવાય તમામ રાજ્યોમાં દિવાળીની રજા રહેશે. દિવાળી (બલી પ્રતિપદા), ગોવર્ધન પૂજાનાં અવસરે 5 નવેમ્બરે દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, લખનઉ અને મુંબઈમાં બેંકો બંધ રહેશે. જ્યારે 6 નવેમ્બરે ભાઈ દૂજ/લક્ષ્મી પૂજા/દિવાળી/નિંગોલ ચકોબા ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનઉ અને શિમલામાં બેંકોમાં રજા રહેશે. વળી 7 નવેમ્બરે રવિવારા આવે છે તે કારણસોર આ દિવસે પણ બેંક બંધ રહેશે.
આ પણ વાંચો – ગૃહિણીઓની દિવાળી સુધરી / ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં કિલોએ રૂ. 3થી 5નો ઘટાડો કરવાનો નિર્ણય
નવેમ્બરમાં કુલ 17 દિવસ બેંકોમાં રજા રહેશે. જેમાં આગામી રજાઓની યાદી આ મુજબ છે. નવેમ્બર 10 – છઠ પૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠ બેંકો પટના અને રાંચીમાં બંધ રહેશે. 11 નવેમ્બર – છઠ પૂજા પર પટનામાં બેંકો બંધ રહેશે. 12 નવેમ્બર – વાંગલા ઉત્સવનાં કારણે શિલોંગમાં બેંકો બંધ, 13 નવેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર). નવેમ્બર 19 – ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા – ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, આઈઝોલ, બેલાપુર, જયપુર, જમ્મુ, મુંબઈ, નાગપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. 21 નવેમ્બર – રવિવાર, સાપ્તાહિક રજા. નવેમ્બર 22 – બેંગ્લોરમાં ઘણી બેંકોમાં કનકદાસ જયંતિ પર રજા રહેશે. નવેમ્બર 23 – સેંગ કુત્સ્નેમ, શિલોંગમાં બેંકો બંધ છે, 27 નવેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાથી અને 28 નવેમ્બરે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.