Not Set/ ગુજરાતની ખેતી ફરી સંકટમાં આવી, તીડનુ ઝુંડ ફરી આવવાની શક્યતા

બનાસકાંઠાની ખેતી ફરી સંકટમાં તીડનુ ઝુંડ ફરી થી આવવાની શક્યતા નડાબેટ જીરો પોઇન્ટ તીડનુ ઝુંડ આવવાની શકયતા કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ પર ફરી તીડનો ખતરો મંડરાય રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. જી હા, ફરી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનાં સરહદી જીલ્લાની ખેતી સામે સંકટ […]

Top Stories Gujarat Others
tid 1 ગુજરાતની ખેતી ફરી સંકટમાં આવી, તીડનુ ઝુંડ ફરી આવવાની શક્યતા
  • બનાસકાંઠાની ખેતી ફરી સંકટમાં
  • તીડનુ ઝુંડ ફરી થી આવવાની શક્યતા
  • નડાબેટ જીરો પોઇન્ટ તીડનુ ઝુંડ આવવાની શકયતા
  • કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય

ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ પર ફરી તીડનો ખતરો મંડરાય રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. જી હા, ફરી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનાં સરહદી જીલ્લાની ખેતી સામે સંકટ જોવામાં આવી રહ્યું છે. ફરી એક વખત તીડનુ ઝુંડ બનાસકાંઠામાં આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલ નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પાકિસ્તાનથી ફરી એક વાર આવી તીડ રહ્યા છે. તીડનાં તાંડવને નાથવા માટે કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય થઇ ગઇ છે. જો કે, તીડ કઇ તરફ ગતી કરશે તે તો પવનની દિશા જ નક્કી કરશે. જો કે, હાલની પવનની દિશાને ધ્યાનમાં લેવામાં આવે તો, તીડ નડાબેટ અથવા કચ્છનાં રણમાં જવાની પુરી વકી જોવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે, લાખોની સંખ્યામાં કોઇ પણ જગ્યાએ ત્રાટકતા તીડનાં ઝુંડ કલાકોમાં હજારો એકર જમીનનાં ઉભા પાક ખાઇ જાઇ છે અને ખેતીને ભારે નુકસાન પહોંચાડે છે. તીડમાં દિશા જ્ઞાન હોતું નથી, પરંતુ પવનની દિશા સાથે જ્યાં પણ ત્રાટકે છે ત્યાં વિનાશ વેરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.