Not Set/ આર્થિક ભીંસને કારણે જેટના કર્મીએ કરી આત્મહત્યા..

આર્થિક ભીંસને લીધે સેવા સ્થગિત કરવામાં આવેલી જેટ એરવેઝના નાલાસોપારા એક સિનિયર ટેક્નિશિયને પોતાના ઘરની ઈમારતના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. કેન્સરને લીધે આર્થિક ભીંસમાં આવતા તે તણાવમાં હતા.આર્થિક તાણમાં તેણે આત્મહત્યા કરી હોવાનું તેના અમુક સાથીઓનું કહેવું છે. જ્યારે પોલીસે જણાવ્યું કે બીમારીથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું છે. નાલાસોપારા પૂર્વની ઓસવાલ […]

Top Stories India
arj 6 આર્થિક ભીંસને કારણે જેટના કર્મીએ કરી આત્મહત્યા..

આર્થિક ભીંસને લીધે સેવા સ્થગિત કરવામાં આવેલી જેટ એરવેઝના નાલાસોપારા એક સિનિયર ટેક્નિશિયને પોતાના ઘરની ઈમારતના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. કેન્સરને લીધે આર્થિક ભીંસમાં આવતા તે તણાવમાં હતા.આર્થિક તાણમાં તેણે આત્મહત્યા કરી હોવાનું તેના અમુક સાથીઓનું કહેવું છે. જ્યારે પોલીસે જણાવ્યું કે બીમારીથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું છે.

નાલાસોપારા પૂર્વની ઓસવાલ નગરીમાં સાઈપૂજા સોસાયટીમાં રહેતા મૃતક 53 વર્ષીય શૈલેન્દ્રકુમાર સિંહ બપોરે 12 વાગ્યે અગાશી પર ચઢી ગયા હતા અને ભૂસકો મારવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.સોસાયટીના સભ્યોએ ભેગા થઈ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.દરમિયાન પોલીસ અને ફાયરબ્રિગેડ પણ આવી ગઈ હતી.

ફાયરબ્રિગેડ કોઈ ઉપાય કરે તે પૂર્વે તેમણે ભૂસકો મારી દીધો હતો.જ્યાં દીવાલની બાજુમાં રેલવેના નાળામાં પટકાતા તેમનું મોત નિપજ્યું હતું. સિંહના અમુક સાથી કર્મચારીઓનું એવું કહેવું છે કે જેટ એરવેઝની સેવા બંધ થવાને લીધે કર્મચારીની આત્મહત્યાનો આ પ્રથમ કેસ છે.સિંહનો પુત્ર પણ જેટમાં ઓપરેશન્સ વિભાગમાં કામ કરતો હતો. જોકે કંપની બંધ થવાથી બંનેની આવક બંધ થઈ ગઈ હતી અને સિંહનો ઉપચારનો ખર્ચ પણ વધતો હતો. તેથી હતાશ થઈને તેમણે આ પગલું ભર્યું.