Not Set/ રિઝર્વ ક્રૂડ આપવાના મામલે ચીનની આનાકાની,અમારી જરૂરિયાત મુજબ આપીશું…

અમેરિકાની અપીલ પર, ભારત સહિત મોટાભાગના તેલ ખરીદનારા દેશો તેમના ભંડારમાંથી ક્રૂડ રિલીઝ માટે સંમત થયા હતા, જેમાં ચીન પણ સામેલ હતું

Top Stories World
oil રિઝર્વ ક્રૂડ આપવાના મામલે ચીનની આનાકાની,અમારી જરૂરિયાત મુજબ આપીશું...

રિઝર્વ ઓઈલ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને સ્થિર રાખવાનો ઈરાદો અત્યારે તૂટતો જણાઈ રહ્યો છે. ચીનના આ પગલાને કારણે ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઓપેક અને અન્ય સહયોગી દેશો પર દબાણ ઓછું થવા લાગ્યું છે.

અમેરિકાની અપીલ પર, ભારત સહિત મોટાભાગના તેલ ખરીદનારા દેશો તેમના ભંડારમાંથી ક્રૂડ રિલીઝ માટે સંમત થયા હતા, જેમાં ચીન પણ સામેલ હતું. આ પછી તરત જ અમેરિકાએ પણ 50 મિલિયન બેરલ અને ભારતે 5 મિલિયન બેરલ રિઝર્વ ઓઈલ છોડવાની જાહેરાત કરી હતી. હવે ચીને વચન પાળ્યું છે અને કહ્યું છે કે તેની જરૂરિયાત મુજબ, તે બજારમાં અનામત તેલ છોડશે.ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના વડા ફાતિહ બરેલે જણાવ્યું હતું કે અમેરિકાનું પગલું ચીનના સહયોગ વિના અસરકારક રહેશે નહીં. અમેરિકાએ બજારને જે તેલ આપવાનું કહ્યું છે તે તેના અઢી દિવસના સ્થાનિક વપરાશ જેટલું છે. ભારતે તેની એક દિવસની સ્થાનિક જરૂરિયાત જેટલું રિઝર્વ ઓઈલ પણ આપ્યું છે.

ક્રૂડનો સૌથી મોટો આયાતકાર ચીન મોટા જથ્થામાં રિઝર્વ તેલ છોડે તેવી અપેક્ષા હતી. ચીનના આ નિવેદનથી રણનીતિને આંચકો લાગ્યો છે. ગોલ્ડમેન સોક્સે અત્યાર સુધી છોડેલા તેલને સમુદ્રમાં એક ટીપું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ચીનના હાથ ખેંચવાને કારણે કાચા તેલની કિંમતો ફરી વધવા લાગી છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $82 હતી.

રિઝર્વ ઓઈલ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને સ્થિર રાખવાનો ઈરાદો અત્યારે તૂટતો જણાઈ રહ્યો છે. ચીનના આ પગલાને કારણે ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઓપેક અને અન્ય સહયોગી દેશો પર દબાણ ઓછું થવા લાગ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે 2 ડિસેમ્બરે ઓપેક-પ્લસની બેઠકમાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.