Not Set/ ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ, જાણો કેમ થયો લોન્ચિંગમાં વિલંબ

દેશની આઝાદીના 75 વર્ષના ઉત્સવ સમયે ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે તે શક્ય બની શક્યુ નહીં

Top Stories
ગગલયાલ ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ, જાણો કેમ થયો લોન્ચિંગમાં વિલંબ

કોરોના મહામારીના કારણે ભારતના ગગનયાન મિશનની તૈયારીઓ પર થોડી અસર થઇ હતી પણ હવે તે 2022ના અંત કે 2023ની શરૂઆતમાં મોકલવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતુ કે ભારતનું ગગનયાન મિશન 2022 ના અંતમાં અથવા 2023 ની શરૂઆતમાં અંતરિક્ષમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ગગનયાન 2022 ના અંત સુધીમાં મોકલવાનું હતું, પરંતુ કોવિડ -19ના કારણે તેમાં વિલંબ થયો. આ મિશનનો ધ્યેય પૃથ્વીના નીચેના ભાગમાં અવકાશયાત્રીઓને મોકલવાનો છે.

વધુમાં તેમને જણાવ્યું કે અમે દેશની આઝાદીના 75 વર્ષના ઉત્સવ સમયે ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે તે શક્ય બની શક્યુ નહીં. જો કે, મને ખાતરી છે કે આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2023 ની શરૂઆતમાં આ મિશન ચોક્કસપણે પુર્ણ કરીશું. સરકારના જણાવ્યા અનુસાર, ગગનયાન કાર્યક્રમ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ચાર જૈવિક અને બે માઇક્રોગ્રેવિટી પ્રયોગો પસંદ કરવામાં આવ્યા છે.

અંતરિક્ષ રાજ્ય મંત્રીએ ફ્યુચર ઓફ ઇન્ડિયા-ઓશનિયા સ્પેસ ટેક્નોલોજી પાર્ટનરશીપ પર આયોજિત વેબિનરમાં જણાવ્યું હતું કે સ્પેસ ટેકનોલોજીએ દરેક ક્ષેત્રમાં ભૂમિકા ભજવી છે. તે આપત્તિ વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા વેબિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ કહ્યું કે ત્રણ ભારતીયોને અવકાશમાં મોકલવામાં અવકાશા ઔષધિની પણ ભૂમિકા છે.

કેન્દ્રીય મંત્રી સિંહે અંતરિક્ષ ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોની પહોંચ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક આઇલેન્ડ દેશો ભારત સાથે સહયોગ વધારીને સ્પેસ ટેકનોલોજીના વિકાસમાં ભાગીદાર બની શકે છે.