Greatest Place of 2022/ ટાઈમ મેગેઝિનના ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટી અમદાવાદનો સમાવેશ,જાણો

વિશ્વની પ્રખ્યાત ટાઇમ મેગેઝીને જગતના ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2022ની યાદી જાહેર કરી છે, તેમાં વિશ્વના અનેક શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે,

Top Stories India
2 27 ટાઈમ મેગેઝિનના ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટી અમદાવાદનો સમાવેશ,જાણો

વિશ્વની પ્રખ્યાત ટાઇમ મેગેઝીને જગતના ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2022ની યાદી જાહેર કરી છે, તેમાં વિશ્વના અનેક શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો હાયર લર્નિંગ કેટેગરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવાય ભારતના કેરલ રાજ્યને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કેરલનો ઈકો ટૂરિઝમના હોટ સ્પોટ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મેટ્રો સીટી અમદાવાદ માટે ગૌરવની વાત  છે.

 

 

 

ટાઈમ મેગેઝિનના જણાવ્યા અનુસાર અમદાવાદ ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રાચીન સીમાચિન્હો અને સમકાલીન નવીનતાઓનું ગૌરવ ધરાવે છે. તે સાંસ્કૃતિક પર્યટન માટેનું મક્કા છે. ટાઈમ મેગેઝિને સાબરમતી નદી કિનારે આવેલા ગાંધી આશ્રમ અને નવરાત્રી ઉત્સવનો ઉલ્લેખ પણ કર્યું છે. ટાઈમ પ્રમાણે સાબરમતી નદીના કિનારે 36 એકરમાં આવેલું શાંત ગાંધી આશ્રમથી લઈને નવરાત્રીને વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ટાઈમ મેગેઝિને અમદાવાદની હોટલ હિલોકનો પણ પોતાના અહેવાલમાં સમાવેશ કર્યો છે. ટાઈમ પ્રમાણે હોટલ હિલોકનું પ્રાચીન ફર્નિચર અને સોનેરી ઝુમ્મર જૂના વિશ્વની ભવ્યતા આપે છે.આ ઉપરાંત સાયન્સ સિટિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.