Not Set/ પટના : નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યા પાણી, સારવાર માટે આવેલા દર્દીઓ ભારે હાલાકીમાં

પટના, છેલ્લા કેટલાક સમયથી ઉત્તર-પૂર્વ ભાગમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યો જળબંબાકાર થઇ ગયા છે. રાજધાની દિલ્હી સહિત બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં વરસાદના મોટા પ્રમાણમાં નુકશાન થયું છે તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ પ્રકારે કઈક બિહારના નાલંદા મેડિકલ કોલેજમાંથી એક તસ્વીર સામે આવી છે તે જોઇને તમે […]

Top Stories India Trending
DjQolXJU0AAJ9G9 પટના : નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યા પાણી, સારવાર માટે આવેલા દર્દીઓ ભારે હાલાકીમાં

પટના,

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર-પૂર્વ ભાગમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યો જળબંબાકાર થઇ ગયા છે. રાજધાની દિલ્હી સહિત બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં વરસાદના મોટા પ્રમાણમાં નુકશાન થયું છે તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ પ્રકારે કઈક બિહારના નાલંદા મેડિકલ કોલેજમાંથી એક તસ્વીર સામે આવી છે તે જોઇને તમે ચકિત થઇ શકો છો.

બિહારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નાલંદા મેડિકલ કોલેજના ICUમાં વરસાદનું ગંદુ પાણી ઘુસી ગયું છે અને જાણે હોસ્પિટલમાં તરતું આઈસીયુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ અરસામાં હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને પણ સમસ્યા ઉભી થઇ છે.

DjQhsbUUwAA3zc7 પટના : નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યા પાણી, સારવાર માટે આવેલા દર્દીઓ ભારે હાલાકીમાં

બિહારના પટનામાં સ્થિત પ્રખ્યાત આ હોસ્પિટલ ૧૦૦ એકરમાં ફેલાયેલી છે અને આ હોસ્પિટલમાં ૭૫૦ બેડ છે.

એક તરફ જ્યાં દેશના ઘણા રાજ્યો ભારે વરસાદના કારણે પરેશાન છે, જ્યાં પટનાની સૌથી મોટી નાલંદા મેડિકલ કોલેજમાં પાણી ઘૂસવાના કારણે બધું જ તરી રહ્યું છે અને દર્દીઓ બેડ પર સુતેલા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઘુસેલા પાણીમાં ,માછલીઓ પણ તરી રહી છે તેમજ દર્દીઓ સાથે આવેલા પરિવારજનોને પણ પૂરી રાત ઉભા રહીને વિતાવવા માટે મજબુર બન્યા છે. DjQhymfVsAAUdmT પટના : નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યા પાણી, સારવાર માટે આવેલા દર્દીઓ ભારે હાલાકીમાં

મહત્વનું છે કે, હોસ્પિટલના ICU યુનિટમાં મોટા ભાગે ગંભીર બીમારીવાળા દર્દીઓને સારવાર અપાતી હોય છે. ત્યારે હવે સવાલો ઉભા થયા છે કે, જયારે હોસ્પિટલ જ પોતે બીમાર છે તો દર્દીઓને કેવી રીતે સ્વસ્થ થઇ શકશે.