દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે. અને આ ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્મિત થશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર શું બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે કે કેમ ? અને બાળકોમાં એક એક MIS_Cની બીમારી જોવા મળી છે. આ MIS_C બીમારી શું છે તે અંગે સુરતના તબીબ શું કહે છે આવો જોઈએ.
દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી લહેર ખુબ જ ઘાતક પણ નીવડી છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં ૨ હજાર ઉપર પોઝીટીવ કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે. અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્મિત થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં જાણીતા તબીબનું આ અંગે શું કહેવું છે તે અંગે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો. ખાસ કરીને બાળકોમાં હાલમાં એમ.આઈ.એસ.એસ.ની બીમારી જોવા મળી હતી. આ MIS_Cની બીમારી શું છે અને તેના લક્ષણો શું છે. શું એમાં બાળકોના જીવ જઈ શકે છે જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. ત્યારે આ બીમારી અંગે સુરતની લાલ દરવાજા ખાતે આવેલી નાઈસ ચિલ્ડ્રન હોસ્પીટલના જાણીતા તબીબ ડો.આશિષ ગોટીએ આ અંગે માહિતી આપી હતી.
સુરત શહેર અને દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં બ્લેક ફંગસની બીમારી પણ જોવા મળી રહી છે. ત્યારે MIS_C બીમારીમાં બાળકોને શું બ્લેક ફંગસ થઇ શકે છે કે કેમ ? અથવા આ બીમારીથી સ્વસ્થ થયેલા બાળકોને અન્ય કોઈ બીમારી થઇ શકે છે કે કેમ તે પણ સવાલ ઉભો થઇ રહ્યો છે. ત્યારે આ મામલે ડો.આશિષ ગોટીએ શું કહ્યું આવો જાણીએ.
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ અને આ બીમારી અંગેનો હેતુ લોકોને ડરાવવાનો નહિ પણ જાગૃત કરવાનો છે. ત્યારે લોકો જાગૃત રહે અને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેનું નિદાન કરાવી શકે. આ ઉપરાંત લોકોને પણ સંપૂર્ણ તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવે છે.