Ukraine Crisis/ ‘પતિને ગોળી મારી, બાળકની સામે સૈનિકોએ મહિલા પર કર્યો બળાત્કાર : રશિયન સૈનિકોની બર્બરતા

જે રશિયન સૈનિકો ઘરમાં ઘૂસ્યા હતા તેઓ નશામાં હતા. પહેલા તેણે મહિલાના પતિની હત્યા કરી, પછી મહિલા પર વારંવાર બળાત્કાર કર્યો. આરોપ છે કે આ સૈનિકો અહીં જ ન અટક્યા, તેઓએ તે માસૂમ બાળક ને પછી ધમકી પણ આપી.

Top Stories World
Untitled 35 58 'પતિને ગોળી મારી, બાળકની સામે સૈનિકોએ મહિલા પર કર્યો બળાત્કાર : રશિયન સૈનિકોની બર્બરતા

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ અનેક મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. આ મામલે યુક્રેન તરફથી મજબૂત વલણ દર્શાવવામાં આવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રીએ પણ આના પર સવાલ ઉઠાવ્યા છે.  યુક્રેનની એક મહિલા પર અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાળકો મહિલાની સામે હતા. યુક્રેનની સાંસદ મારિયા મેગેન્ટસેવાએ સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે.

ડેઈલી મેલના અહેવાલ મુજબ આ પહેલા પણ યુક્રેનમાં કેટલીક મહિલાઓ સાથે રેપની ઘટનાઓ સામે આવી છે. યુક્રેનની નેતા મારિયા મેગેન્ટસેવાએ કહ્યું- “કિવની આ મહિલાનો બાળકની સામે બળાત્કાર કરવામાં આવ્યો હતો.”

તેમણે કહ્યું કે અમે આ મામલે શાંત રહીશું નહીં. આખરે એ બાળકના મનમાં શું વીત્યું હશે, જેની સામે તેની માતા સાથે આવું કરવામાં આવ્યું છે. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ પણ આ મામલે તપાસની વાત કરી છે.

તેમના કહેવા પ્રમાણે, જે રશિયન સૈનિકો ઘરમાં ઘૂસ્યા હતા તેઓ નશામાં હતા. પહેલા તેણે મહિલાના પતિની હત્યા કરી, પછી મહિલા પર વારંવાર બળાત્કાર કર્યો. આરોપ છે કે આ સૈનિકો અહીં જ ન અટક્યા, તેઓએ તે માસૂમ બાળક ને પછી ધમકી પણ આપી.

‘રશિયન સૈનિકો અહીં ગોળીબાર કરી રહ્યા છે’

યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ કહ્યું છે કે અગાઉ બે સૈનિકોએ પૂર્વ કિવમાં બ્રોવરીમાં મહિલાઓ પર હુમલો કર્યો હતો. આમાં એક સૈનિકની પણ ઓળખ કરવામાં આવી હતી અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.

ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, ગત સપ્તાહે યુક્રેનના ઈરપિન શહેરમાંથી ભાગી ગયેલી એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રશિયન સૈનિકો મહિલાઓ પર બળાત્કાર અને ગોળીબાર કરી રહ્યા છે.

અનાતાસિયા તરન નામની આ 30 વર્ષની મહિલા ઇરપિનમાં રશિયન હુમલા પહેલા વેટ્રેસ તરીકે કામ કરતી હતી. તેણે કહ્યું કે ઈરપિન આ સમયે નર્ક બની ગયો છે. તરણે એમ પણ કહ્યું કે રશિયન સૈનિકો ખાલી લોકોને મારી રહ્યા છે. મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા અને વિપક્ષી સાંસદ લેસિયા વેસિલેન્કાએ પણ આ ઘટનાઓ પર સવાલો ઉઠાવ્યા છે.