ઓલિમ્પિક/ ભારતના મિશન ઓલિમ્પિકનું કીકઓફ

આજે 88 ખેલાડીઓ સાથે પહેલો જથ્થો દિલ્હીથી જાપાન જવા રવાના થયો હતો ,આ સમયે દેશના ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ખાસ હાજરી આપી હતી

Top Stories
tokyo ભારતના મિશન ઓલિમ્પિકનું કીકઓફ

ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવામાં હજી છ દિવસ બાકી છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. રમતોત્સવના મહા કુંભ માટે ભારત 127 ખેલાડીઓ સહિત 228 સદસ્યોની ટીમ મોકલશે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં જતા એથ્લેટ્સ સાથેની વાતચીત દરમિયાન ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) ના પ્રમુખ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે 127 ખેલાડીઓ છે. ઓલિમ્પિકમાં આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી હશે. તેમણે કહ્યું કે, ટોક્યો જવા માટે પ્રથમ ટીમ 17 જુલાઇથી અહીંથી રવાના થશે. દેશમાંથી કુલ 88 ખેલાડીઓ સાથે પ્રથમ જથ્થો રવાનો થયો છે. બાકીના ખેલાડીઓ બાદમાં જશે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જતા દેશના તમામ ખેલાડી ઉત્સાહી જોવા મળ્યા હતા ,તેમનો ધ્યેય એ છે કે  દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરે , આજે 88 ખેલાડીઓ સાથે પહેલો જથ્થો દિલ્હીથી જાપાન જવા રવાના થયો હતો ,આ સમયે દેશના ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ખાસ હાજરી આપી હતી અને તમામ રમતવીરોને જીતની શુભેચ્છા પાઠવી હતી.

ટોક્યો ઓલિમ્પિકસમાં ભારતના કુલ 127 ખેલાડીઓની ટુકડી ભાગ લેશે ,બાકીના ખેલાડીઓ બાદમાં જશે.ઓલિમ્પિકની શરૂઆત 23 જુલાઇથી પ્રારંભ થઇ રહ્યો છે. આ રમતના મહાકુંભમાં ભારતને ચંદ્રક મળવાની ગણી આશાઓ છે.

88 ખેલાડીઓ સાથેનો પહેલો જથ્થો રવાના
ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આપી હાજરી
દિલ્હીથી ભારતીય ટૂકડી જાપાન રવાના
ભારતના કુલ 127 ખેલાડીઓની ટૂકડી
બાકીના ખેલાડીઓ બાદમાં થશે રવાના
23 જુલાઈથી થશે ઓલિમ્પિકનો પ્રારંભ