ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ પંચમહાલનાં વિરાણીયા ગામે સોમવારે ફરી યોજાશે મતદાન, ચૂંટણી ચિન્હ્ન બદલાઇ જતા વિવાદ

રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યુ છે. જો કે આ વચ્ચે એક સમાચાર પંચમહાલનાં વિરાણીયા ગામેથી આવ્યા છે. જ્યા મતદાનને મોકુફ રાખવામાં આવેલ છે. 

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
ગ્રામ પંચાયત ચૂંટણી
  • પંચમહાલનાં વિરાણીયા ગામે વોટિંગ મોકુફ
  • આવતીકાલે ફરી યોજાશે મતદાન
  • ચૂંટણી ચિન્હ્ન બદલાઇ જતા વિવાદ
  • વિવાદ થતાં આજે મતદાન પ્રક્રિયા મોકુફ
  • સરપંચ પદનાં ઉમેદવારનું ચૂંટણી ચિન્હ્ન બદલાયું

રાજ્યમાં સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને લોકોમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યુ છે. જો કે આ વચ્ચે એક સમાચાર પંચમહાલનાં વિરાણીયા ગામેથી આવ્યા છે. જ્યા મતદાનને મોકુફ રાખવામાં આવેલ છે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / રાજ્યમાં ગ્રા.પં.ચૂંટણી મતદાનમાં આ બે વિસ્તારમાં થયો આચારસંહિતાનો ભંગ

આપને જણાવી દઇએ કે, પંચમહાલનાં વિરાણીયા ગામે મતદાન આવતી કાલે ફરી યોજાશે. આજે મતદાન મોકુફ રાખવામાં આવ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, સરપંચ પદનાં ઉમેદવારનું ચૂંટણી ચિન્હ હદલાઇ ગયુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ અંગે વિવાદ સર્જાયો ત્યારે મતદાનની પ્રક્રિયાને મોકુફ રાખવામાં આવી હતી. જણાવી દઇએ કે, પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન સવારથી જ જોર શોરમાં ચાલી રહ્યુ હતુ. લોકો કડકડતી ઠંડીમાં સવારથી જ મતદાન કરવા મથકે પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, પંચમહાલ જિલ્લામાં 350 ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતુ. જે હવે આવતી કાલે એટલે કે સોમવારે યોજાશે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / રાજ્યમાં 8,648 ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ સહિતના મંત્રીઓએ કર્યું મતદાન

ઉલ્લેખનીય છે કે, આ વખતે પંચાયતોની ચૂંટણીમાં EVM મશીનથી નહી પણ બેલેટ પેપરથી મતદારો મત આપી રહ્યા છે. સૂત્રોનાં મતે, પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ગુલાબી રંગનુ બેલેટ પેપર છે જયારે સભ્ય માટે સફેદ રંગનું બેલેટ પેપર છે. ગ્રામિણ મતદારોએ બે મત આપવા પડશે જેથી બેલેટ પેપરની અલગ અલગ કલર પસંદ કરાયા છે. ચૂંટણીને પગલે લાખો મતપત્રક છપાવવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે. જણાવી દઇએ કે, 21મી ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.