પાકિસ્તાન/ જેલ મંત્રીએ દુકાનના ઉદ્વઘાટનની રિબિન કેવી રીતે કાપી જોવો વીડિયો

એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા ફયાઝ અલ હસન ચોહાણનો છે

Top Stories World
fawad જેલ મંત્રીએ દુકાનના ઉદ્વઘાટનની રિબિન કેવી રીતે કાપી જોવો વીડિયો

પાકિસ્તાનમાં ક્યારે શું થશે તે કોઈને ખબર નથી હોતી. હવે ત્યાંના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા ફયાઝ અલ હસન ચોહાણનો છે. જેમાં જેલ મંત્રી દાંતથી રિબિન કાપતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે પોતે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.

 

વીડિયો શેર કરતાં મંત્રી ફયાઝ અલ હસલ ચોહાણે લખ્યું છે કે તેમના મતવિસ્તારમાં દુકાન ખોલવાની એક અનોખી રીત. ખરેખર, તેમણે એક દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હતું, પરંતુ રિબિન કાપવા માટે રાખવામાં આવેલી કાતર એ સમયે  કામ ન કરી, જેના લીધે  જેલ મંત્રીએ પોતાના દાંતથી રિબન કાપી નાખી.

જેલ મંત્રીના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલો વીડિયો અત્યાર સુધીમાં 18 હજાર વખત જોવામાં આવ્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે. મારા મતવિસ્તારમાં દુકાન ખોલવાની અનોખી રીત… .. કાતર મંદ અને ખરાબ હતી… .દુકાનદારને મૂંઝવણથી બચાવવા માટે, મેં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો…