Not Set/ સાબરકાંઠા : નર્મદા મહોત્સવ, નર્મદાના નીરનાં વધામણાં

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ સમગ્ર રાજયમાં ઉજવવામાં આવ્યો જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે સહકાર અને રમતગમત તથા જિલ્લા પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદાના નીરની વધામણી કરવામાં આવી હતી. કાંકણોલ ગામે લોકમાતા મા નર્મદા નીરના વધામણાં શ્રીફળ,ચુંદડી અર્પણ કરી મહાઆરતી કર્યા બાદ પ્રભારી મંત્રી […]

Top Stories Gujarat Others Politics
IMG 3462 સાબરકાંઠા : નર્મદા મહોત્સવ, નર્મદાના નીરનાં વધામણાં

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ સમગ્ર રાજયમાં ઉજવવામાં આવ્યો જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે સહકાર અને રમતગમત તથા જિલ્લા પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદાના નીરની વધામણી કરવામાં આવી હતી.

કાંકણોલ ગામે લોકમાતા મા નર્મદા નીરના વધામણાં શ્રીફળ,ચુંદડી અર્પણ કરી મહાઆરતી કર્યા બાદ પ્રભારી મંત્રી  ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનાર સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુ ભરાતા સાબરકાંઠા  જિલ્લો પણ મા નર્મદાના નીરથી લીલોછમ્મ અને હરીયાળો બન્યો છે જેના થકી ખેડૂતોએ સમૃધ્ધિનુ વાવેતર કર્યુ છે.

IMG 3450 સાબરકાંઠા : નર્મદા મહોત્સવ, નર્મદાના નીરનાં વધામણાં

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે પાણીની ચિંતા કરી છેલ્લા બે વર્ષમાં સુજલામ સુફલામ જળ અભિયાન થકી સાબરકાંઠામાં જળ સંચયના કામ કર્યા છે જેમાં વર્ષ ૨૦૧૮માં રૂ. ૧૦.૩૨ કરોડના ખર્ચે ૯૧૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા જેના થકી ૭૨ મી.ઘ.ફૂટ પાણી સંગ્રહમાં વધારો થયો છે. જયારે ચાલુ સાલ વર્ષ ૨૦૧૯માં  રૂ.૧૧.૯૧ કરોડના ખર્ચે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ૫૫૯ જળસંચયના કામો કરવામાં આવતા. ભૂર્ગભમાં ૩૯.૭૦ મી.ઘ.ફૂટ પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

મંત્રીએ રાષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદષ્ટિની વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષમાં ૨૦૧૪માં પ્રધાનમંત્રી બનતાની સાથે ૧૭માં દિવસે જ નર્મદા બંધની ઉંચાઇ વધારવાની મંજૂરી આપવાની  સાથે ગુજરાતને વર્ષોથી થતા અન્યાયને પણ દૂર કર્યો છે. તેમણે નર્મદા આધારીત સુજલામ સુફલામ યોજના થકી છેવાળના ગામોને પીવાના પાણીની પણ ઉપલબ્ધિ કરાવી હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતું.

IMG 3498 સાબરકાંઠા : નર્મદા મહોત્સવ, નર્મદાના નીરનાં વધામણાં

આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી અને લોહપુરૂષ સરદાર પટેલની સ્વપ્નસરિતા સમી નર્મદા યોજના ભૂતકાળમાં છ-છ દાયકા સુધી વિવાદોમાં અટવાયેલી રહી જેને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યોજનાને મંજૂરી આપી ગુજરાતીઓના સમૃધ્ધિઓમાં વધારો કર્યો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના નર્મદા ડેમ અને પંજાબના ભાંખરા-નાંગલ યોજનાની એક સાથે શરૂઆત કરી હતી પરંતુ ગુજરાતની આ યોજના વિરોધીઓએ પરીપૂર્ણ થવા ન દિધી જયારે પંજાબની યોજના કાર્યરત થતા તેના ખેડૂતોને સિંચાઇ-પિયતનો લાભ મળતા આર્થિક રીતે વધુ સમૃધ્ધ બન્યા જયારે ગુજરાતીઓનું સ્વપ્ન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી થકી પરીપૂર્ણ થયું છે.

IMG 3538 સાબરકાંઠા : નર્મદા મહોત્સવ, નર્મદાના નીરનાં વધામણાં

નર્મદા મહોત્સવની ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ ડૉ.જયંતિ રવિ, કલેકટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ પટેલ, જિલ્લા અગ્રણી જે.ડી.પટેલ, જેઠાભાઇ પટેલ, કું કૌશલ્યાકુંવરબા, સંતો-મહંતો, ગામના આગેવાન તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.