Not Set/ સાબરકાંઠાની રાષ્‍ટ્રીય લોક અદાલતમાં ૩૩૦૮ કેસોનો નિકાલ કરાયો  

જિલ્લાની કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા તેમજ સમાધાનથી કેસોનો નિકાલ થાય તે હેતુસર સાબરકાંઠા જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ દ્વારા કોર્ટમાં દાખલ થયેલા તેમજ દાખલ થાય તે પહેલાના પ્રિલીટીગેશન કેસોના નિકાલ માટે તા.૧૪મી સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ના રોજ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ લોક અદાલત યોજાઇ હતી. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, બેંક લેણાં- ચેક રીટર્નના, મોટર એકસીડન્‍ટ […]

Top Stories Gujarat Others
lok adalat સાબરકાંઠાની રાષ્‍ટ્રીય લોક અદાલતમાં ૩૩૦૮ કેસોનો નિકાલ કરાયો  

જિલ્લાની કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા તેમજ સમાધાનથી કેસોનો નિકાલ થાય તે હેતુસર સાબરકાંઠા જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ દ્વારા કોર્ટમાં દાખલ થયેલા તેમજ દાખલ થાય તે પહેલાના પ્રિલીટીગેશન કેસોના નિકાલ માટે તા.૧૪મી સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ના રોજ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ લોક અદાલત યોજાઇ હતી.

લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, બેંક લેણાં- ચેક રીટર્નના, મોટર એકસીડન્‍ટ ક્‍લેઇમ, લગ્ન વિષયક, મજુર અદાલત, જમીન સંપાદન, ઇલેક્‍ટ્રીસીટી તથા પાણી બિલને લગતા કેસો તેમજ પગાર ભથ્થા અને નિવૃતિ લાભો બાબતેની સર્વિસ મેટરો , રેવન્‍યુ કેસો, દિવાની (ભાડા, સુખાધિકારના કેસો મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) વગેરે પ્રકારના કેસ રજૂ થયા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ જ્યુડીશયલ અધિકારીઓ,વકીલો,જુદી જુદી વિમા કંપનીઓ,ફાઇનાન્સ કંપનીઓ, બેંકોના જવાબદાર અધિકારીઓ તથા  હાજર પક્ષકારોની ઉપસ્થિતીમાં યોજાયેલ રાષ્ટ્રીય  લોક અદાલતમાં દિવાની તથા ફોજદારીને લગતા  ૩૩૦૮ કેસોનો નિકાલ કરાયો હોવાનુ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક અખબારી યાદીમાં જણાવાયું  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.