મતદાન/ PM મોદીએ ટ્વિટ કરી બંગાળ – આસામની જનતાને મતદાન કરવા કરી અપીલ, મનમોહનસિંહ પણ કર્યું ટ્વીટ

આસામમાં આજે 126 સભ્યોની વિધાનસભાની 47 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન ચાલી રહ્યું છે. આ 12 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.

Top Stories India
Mantavya 76 PM મોદીએ ટ્વિટ કરી બંગાળ - આસામની જનતાને મતદાન કરવા કરી અપીલ, મનમોહનસિંહ પણ કર્યું ટ્વીટ

આસામમાં આજે 126 સભ્યોની વિધાનસભાની 47 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન ચાલી રહ્યું છે. આ 12 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. માનવામાં આવે છે કે આ વિધાનસભા બેઠકો શાસક ભાજપ અને કોંગ્રેસ-એઆઈયુડીએફ વચ્ચે સીધી હરીફાઈ છે. તેમાંથી 42 બેઠકો રાજ્યના ઉચ્ચ અને ઉત્તરીય પ્રદેશોની છે અને બાકીની 5  બેઠકો મધ્ય આસામના નાગાંવ જિલ્લાની છે. ત્યારે આવામાં નરેન્દ્ર મોદીએ આસામના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ

આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આસામમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. જેઓ મત આપવા માટે પાત્ર છે, તેઓ રેકોર્ડ નંબર પર મત આપે છે. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને મત આપવા અપીલ કરું છું. “

પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહ કર્યું ટ્વીટ

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહે લોકોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું, “દેશનો પાયો જાળવવો એ તમામ ભારતીયોની ફરજ છે. અને આ કરવાનો શ્રેષ્ઠ રસ્તો મતદાન કરવું છે. હું લોકોને મતદાનમાં ભાગ લેવા અપીલ કરું છું જેથી સાથે મળીને આપણે આપણી યુવા પેઢીનું સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ. ”