Cricket/ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ચટાડી ધૂળ, PM મોદીએ ભારતની જીત પર પાઠવી શુભેચ્છા

મોદીએ ટવીટ કરીને લખ્યું કે, “અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી ખૂબ જ ખુશ છીએ. તેની ઉર્જા અને જુસ્સો સમગ્ર રમત દરમિયાન દેખાઈ રહ્યો હતો.

Top Stories Sports
a 278 ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ચટાડી ધૂળ, PM મોદીએ ભારતની જીત પર પાઠવી શુભેચ્છા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી ખુશ છીએ. ભારતીય ક્રિકેટ ટીમે બ્રિસ્બેનનાં ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવી હતી. ભારતને જીતવા માટે 328 રનનું મુશ્કેલ લક્ષ્ય હતું, જે તેણે મંગળવારે છેલ્લા સત્રમાં મેચના અંતિમ દિવસે સાત વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ગાબામાં 32 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા હારી ગયું છે.

મોદીએ ટવીટ કરીને લખ્યું કે, “અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી ખૂબ જ ખુશ છીએ. તેની ઉર્જા અને જુસ્સો સમગ્ર રમત દરમિયાન દેખાઈ રહ્યો હતો.

વિરેન્દ્ર સેહવાગ અવાર નવાર ભારતીય ટીમને લઇને નિવેદન આપતા રહે છે. ભારતની જીત પર સેહવાગે ટ્વિટ કર્યું કે, થોડા વર્ષો પહેલા પંત અને સુંદર અંડર-19 વર્લ્ડકપમાં કાઠુ કાઢી રહ્યાં હતા પરંતુ કોને ખબર હતી કે થોડા વર્ષો પછી આ બંને ભારતને ટેસ્ટ મૅચમાં જીત અપાવશે.

ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે ટ્વિટ કરીને લખ્યું કે, દરેક સેશનમાં આપણને એક નવો હીરો મળે છે. ઇજાગ્રસ્ત થયા અને ઘણી તકલીફો આવી તેની વચ્ચે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી લીધી છે. કોન્ગ્રેટ્સ ઇન્ડિયા.

ભારતના ગૃહપ્રધાન અમિત શાહે પણ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે અને ટ્વિટ કરીને લખ્યું છે કે, હેટ્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. આ ઐતિહાસિક જીત માટે તમને અભિનંદન. વેલ પ્લેડ ટીમ ઇન્ડિયા.

ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને તેની જ ભૂમિ પર ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. અગાઉ 2018-19માં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યુ હતું, જયારે 2016/17માં ભારતે પોતાના જ ઘરમાં ઓસ્ટ્રેલિયાને આટલા અંતરથી જ હરાવ્યુ હતું. આમ ભારતીય ક્રિકેટ ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજી વખત પોતાના નામે કરી જીતની હેટ્રિક લગાવી છે. આ પહેલા ભારતે બન્ને સિરીઝ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો હતો.

બ્રિસ્બેનમાં ઐતિહાસીક જીત

ભારતીય ક્રિકેટ ટીમે બ્રિસ્બેનમાં ઇતિહાસ રચી દીધો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે ધૂળ ચટાડતા ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી છે. બ્રિસબેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયા હાર્યુ નહતું પરંતુ ટીમ ઇન્ડિયાએ મેચને જીતી રેકોર્ડ બનાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો