Congress/ કોંગ્રેસને આવકવેરા વિભાગની 1,700 કરોડની ડિમાન્ડ નોટિસ

કોંગ્રેસ પાર્ટી સતત આંચકાઓનો સામનો કરી રહી છે. ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે એક અરજી ફગાવી દીધી હતી અને હવે ઈન્કમટેક્સ વિભાગે પક્ષને એક નવું ટેન્શન આપ્યું છે. વાસ્તવમાં IT વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જારી કરી છે.

Top Stories India
Beginners guide to 2024 03 29T124130.371 કોંગ્રેસને આવકવેરા વિભાગની 1,700 કરોડની ડિમાન્ડ નોટિસ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી સતત આંચકાઓનો સામનો કરી રહી છે. ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે એક અરજી ફગાવી દીધી હતી અને હવે ઈન્કમટેક્સ વિભાગે પક્ષને એક નવું ટેન્શન આપ્યું છે. વાસ્તવમાં IT વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જારી કરી છે.

કોંગ્રેસની ચિંતા વધી

આવકવેરા વિભાગની તાજેતરની નોટિસમાં, આ રકમ કોંગ્રેસ પાસેથી ટેક્સ તરીકે 2017-18થી 2020-21ના આકારણી વર્ષ માટે દંડ અને વ્યાજની સાથે માંગવામાં આવી છે. જેના કારણે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીની ચિંતામાં વધારો થયો છે.

રકમ વધુ વધશે

નિષ્ણાતોના મતે ટેક્સની આ રકમ હજુ વધી શકે છે. આવકવેરા વિભાગ હાલમાં કોંગ્રેસની વર્ષ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુનર્મૂલ્યાંકનના અહેવાલની રાહ જોઈ રહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી

ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા કર સત્તાવાળાઓ સામે ચાર વર્ષથી ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી શરૂ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી ગઈકાલે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

આ પહેલા પણ કોંગ્રેસની અનેક અરજીઓ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આમાં કોંગ્રેસે 2014થી 2017 દરમિયાન ટેક્સ રિવેલ્યુએશન પ્રક્રિયા શરૂ કરવાનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગે આ કાર્યવાહી માટે પ્રથમદર્શી પુરાવા આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક