રાજીનામું/ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના પક્ષ રજૂ કરનાર પેનલના વકીલ મોહિત ડી.રામનું રાજીનામું, આ આપ્યું કારણ

કોરોનાના કહેરની વચ્ચે સ્થાનિક થી લઇ અને રાષ્ટ્રીય સ્તર સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પણ રોજ બરોજ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાના

Top Stories India
supreem2 3 સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના પક્ષ રજૂ કરનાર પેનલના વકીલ મોહિત ડી.રામનું રાજીનામું, આ આપ્યું કારણ

કોરોનાના કહેરની વચ્ચે સ્થાનિક થી લઇ અને રાષ્ટ્રીય સ્તર સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પણ રોજ બરોજ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાના વધી રહેલા કેસ સંદર્ભે ચૂંટણીપંચ પાસે પણ સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યા હતા. એવામાં હવે એવી ખબર સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો પક્ષ રજૂ કરી રહેલી પેનલના વકીલ મોહિત ડી.રામે રાજીનામું આપી દીધું છે. તેઓનું કહેવું છે કે મારી નૈતિકતા આ હાલના કામકાજને અનુરૂપ નથી.

ec2 1 સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના પક્ષ રજૂ કરનાર પેનલના વકીલ મોહિત ડી.રામનું રાજીનામું, આ આપ્યું કારણ

 

વકીલ મોહિત ડી.રામ 2013 સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના વકીલ તરીકે કાર્યરત હતા તેમણે પોતાના રાજીનામા પત્ર ની અંદર જણાવ્યું છે કે. મેં જાણ્યું કે મારા સિદ્ધાંત ચૂંટણી પંચના હાલના કામકાજ ને અનુરૂપ નથી અને આથી હું સુપ્રીમ કોર્ટ સમક્ષ તેમની પેનલના વકીલ તરીકે જવાબદારીમાંથી ખુદને મુક્ત કરવા માગું છું. હું મારા કાર્યાલયોમાં તમામ પેન્ડિંગ કેસોનો ફાઈલો, એનોસી અને વકાલત નામ હસ્તાંતરણ કરી રહ્યો છું. ભારતના ચૂંટણી પંચ નું પ્રતિનિધિત્વ કરવું એક સન્માન હતું. આ યાત્રા ચૂંટણીપંચના સ્થાયી સમિતિના કાર્યો હિસ્સો થવા સાથે શરૂ થઈ હતી.2013માં ચૂંટણીપંચની પેનલના વકીલો માંથી એક તરીકે મેં કામ કર્યું અને આ રીતે આગળ વધતી ગઈ.જોકે મને એવું લાગે છે કે મારા સિદ્ધાંત ચૂંટણી પંચના હાલના કામકાજ ને અનુરૂપ નથી આથી મેં ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ મારી પેનલના વકીલની જવાબદારીમાંથી ખુદને હટાવી લીધો છે.ચૂંટણી પંચના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મોહિત ડી રામને 2019 12 ચૂંટણી પંચનો કોઈપણ કેસ આપવામાં આવ્યો ન હતો.

Poll panel lawyer Mohit D. Ram quits after 'dissonance' with ECI -  Telegraph India

મોહિત ડી.રામનું રાજીનામુ એવા સમયે બહાર આવ્યું છે જ્યારે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ વિરોધ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં મદ્રાસ હાઈકોર્ટે કરેલા સમજ્યા વિચાર્યા વિના કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી.ચૂંટણી પંચે કહ્યું હતું કે હાઇકોર્ટ ખુદ એક બંધારણીય સંસ્થા છે જ્યારે ચૂંટણી પંચ પણ આવી જ સંસ્થા છે આથી હાઈકોર્ટે આવી ટિપ્પણીઓ ના કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચ પર હત્યાનો કેસ ચલાવવો જોઈએ કારણ કે ચૂંટણીમાં રાજનૈતિક પાર્ટીઓની નવી ગાઇડલાઇન્સના ધજાગરા ઉડયા હતા.દેશમાં કોરોના સંક્રમણના કારણે બગડેલી સીટી નો ઉલ્લેખ કરતાં કોર્ટે એ પણ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ એ આજની વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર એકમાત્ર સંસ્થા છે.

sago str 6 સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના પક્ષ રજૂ કરનાર પેનલના વકીલ મોહિત ડી.રામનું રાજીનામું, આ આપ્યું કારણ