વિરોધ પ્રદર્શન/ અગ્નિપથ યોજના મામલે આ રાજ્યોમાં બબાલ,ટ્રેન સળગાવી,ભાજપની ઓફિસમાં તોડફોડ,પથ્થરબાજી સાથે હિંસક પ્રર્દશન

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. અગ્નિપથ યોજનાની ચિનગારી હવે દેશના ઘણા ભાગોમાં આગમાં ફેરવાઈ ગઈ છે

Top Stories India
9 18 અગ્નિપથ યોજના મામલે આ રાજ્યોમાં બબાલ,ટ્રેન સળગાવી,ભાજપની ઓફિસમાં તોડફોડ,પથ્થરબાજી સાથે હિંસક પ્રર્દશન

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. અગ્નિપથ યોજનાની ચિનગારી હવે દેશના ઘણા ભાગોમાં આગમાં ફેરવાઈ ગઈ છે. યુવાનોના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બિહારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ 3 ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.

Corona Cases/ કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળા બાદ ડોક્ટરોએ કહી મોટી વાત

હરિયાણાના પલવલમાં ડીસી આવાસની બહાર અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસકર્મીઓને હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જ્યારે ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.

બિહારમાં અગ્નિપથ યોજના સામે વિદ્યાર્થીઓ વધુને વધુ હિંસક બની રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ નવાદામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી. યોજનાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બીજેપી ધારાસભ્ય અરુણા દેવી પર હુમલો કર્યો, ત્યારબાદ વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.

Sidhu MooseWala Case/ સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં મોટી સફળતા, હત્યામાં સામેલ 4 શૂટરોની ઓળખ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ મુંગેરના સફિયાબાદમાં પટના-ભાગલપુર મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે. આ દરમિયાન સેંકડો યુવાનો નવાડાના પ્રજાતંત્ર ચોક ખાતે એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જહાનાબાદમાં રોષે ભરાયેલા દેખાવકારોએ ગયા-પટના રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો છે. બિહારના બક્સર જિલ્લામાં, મોટી સંખ્યામાં યુવાનો રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને પટના જતી જન શતાબ્દી એક્સપ્રેસની આગળની મુસાફરી લગભગ 30 મિનિટ સુધી ખોરવીને પાટા પર બેસી ગયા.