ચેતવણી/ મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત ‘ગુલાબ’ની અસર, ભારે વરસાદની છે આગાહી

મહારાષ્ટ્રમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે થાણેમાં રેડ એલર્ટ અને મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Top Stories India
મુંબઈ વરસાદ

ચક્રવાતી તોફાન ગુલાબનાં પ્રભાવ હેઠળ, જે સોમવારે પશ્ચિમ કિનારે આગળ વધતા ઉંડા ડિપ્રેશનમાં નબળું પડ્યું હતું, મહારાષ્ટ્રમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે થાણેમાં રેડ એલર્ટ અને મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

11 233 મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત 'ગુલાબ'ની અસર, ભારે વરસાદની છે આગાહી

આ પણ વાંચો – Covid-19 / અમેરિકાનાં રાષ્ટ્રપતિએ લીધો Booster Dose, લોકોને વેક્સિન લગાવવાની કરી અપીલ

હવામાન વિભાગનું કહેવું છે કે, મંગળવારે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાત ‘ગુલાબ’ ને કારણે, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણનાં કેટલાક ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે. અગાઉ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ પાલઘર, રાયગઢ અને થાણે જેવા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. IMD એ આગાહી કરી છે કે 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મુંબઈએ આ સિઝનમાં 3,000 મીમી વરસાદનો આંકડો પાર કર્યો છે. દેશનાં ઘણા વિસ્તારોમાં હજુ ચોમાસાની સિઝન ચાલી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં, ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ચોમાસાનો સમયગાળો પૂરો થવા છતાં, ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પડ્યો નથી. મુંબઈ પણ ઘણા શહેરોમાં શામેલ છે જ્યાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે વરસાદ અનિયમિત રહ્યો છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

11 234 મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત 'ગુલાબ'ની અસર, ભારે વરસાદની છે આગાહી

આ પણ વાંચો – satelite launch / નાસાએ શક્તિશાળી ઉપગ્રહ લેન્ડસેટ 9 લોન્ચ અને ચાર નાના ઉપગ્રહો કર્યા લોન્ચ

આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ જોવા મળી શકે છે. IMD એ કહ્યું છે કે, ચક્રવાત ગુલાબને કારણે ઉત્તર-પશ્ચિમમાં અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ઘણા સ્થળોએ ભારે વરસાદ થશે. નિષ્ણાતો ડોપ્લર વેધર રડાર દ્વારા વિશાખાપટ્ટનમમાં ચક્રવાત ગુલાબ પર નજર રાખી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, IMD વૈજ્ઞાનિક શુભાંગી ભૂટેએ દાવો કર્યો છે કે ચક્રવાત ગુલાબ શનિવારે સાંજે બન્યું હતું અને પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, આ કારણે, મહારાષ્ટ્રમાં મજબૂત પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. 28 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણનાં કેટલાક ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવી છે.” શહેરમાં બુધવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. હવામાન ખાતાએ મુંબઈને યેલો એલર્ટ જારી કર્યુ છે, જે બુધવારે અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સૂચવે છે.