Not Set/ આંધ્રપ્રદેશની વ્યક્તિએ મૃત બાળકીના પિતા હોવાનો દાવો કર્યો

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યા અને રેપ કરાયેલી બાળકીના મૃતદેહ અંગે ઓળખ છતી થાય તેવી શક્યતાઓ સામે આવી છે. આંધ્રપ્રદેશના એક પરિવારે આ મૃત બાળકી અંગે પોતાનો દાવો સુરત પોલિસ સમક્ષ કર્યો છે. આંધ્રપ્રદેશના પ્રકાશમ જીલ્લાના મારકાપુર ગામની એક વ્યક્તિએ આ બાળકીના પિતા હોવાનો દાવો કર્યો છે. સુરત પોલિસ સામે આવેલ આ વ્યક્તિએ આધાર કાર્ડના […]

Top Stories
surat murdered child આંધ્રપ્રદેશની વ્યક્તિએ મૃત બાળકીના પિતા હોવાનો દાવો કર્યો

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યા અને રેપ કરાયેલી બાળકીના મૃતદેહ અંગે ઓળખ છતી થાય તેવી શક્યતાઓ સામે આવી છે. આંધ્રપ્રદેશના એક પરિવારે આ મૃત બાળકી અંગે પોતાનો દાવો સુરત પોલિસ સમક્ષ કર્યો છે. આંધ્રપ્રદેશના પ્રકાશમ જીલ્લાના મારકાપુર ગામની એક વ્યક્તિએ આ બાળકીના પિતા હોવાનો દાવો કર્યો છે. સુરત પોલિસ સામે આવેલ આ વ્યક્તિએ આધાર કાર્ડના પુરાવા આપીને બાળકીના પિતા હોવાનો દાવો કર્યો છે. જો કે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, પિતાનો દાવો કરતી આ વ્યક્તિ અને બાળકીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને એ પછી નક્કી કરાશે.

આ બાળકીના કહેવાતા પિતાએ એવું કહ્યું હતું કે તેમની પુત્રીના જમણા હાથમાં મોરનું ટેટુ ચિતરાવેલું હતું. આ બાળકીના જમણા હાથ પર મોરનું ટેટુ નથી. પરિણામે ગૂંચવાડો ઉત્પન્ન થતાં આખરે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાળકી ગુમ થઇ હોવાની ફરિયાદ મારકાપુર પોલિસ સ્ટેશનમાં 2017ના ઓક્ટોબર મહિનામાં નોંધાઇ હતી.બાળકી સ્કુલે જવા નીકળ્યા પછી પાછી ફરી નહોતી એટલે પરિવારે પોલિસ ફરિયાદ નોંધાવી હતી.જો કે સુરત પોલિસ એ પણ તપાસ કરી રહી છે કે મારકાપુર પોલિસ સ્ટેશનમાં જે ફરિયાદ કરી એ જ બાળકી પાંડેસરામાં મૃત મળેલી બાળકી છે.

સુરત પોલિસ હજુ એ પણ શોધી રહી છે કે આ બાળકીની સાથે દુષ્કર્મ કોણે કર્યું અને તેની હત્યા કોણે કરી? સુરત પોલિસ કમિશનર સતીશ શર્મા કહે છે, કે બાળકીના હત્યારાને શોધવા પોલિસની જુદી જુદી ટીમો કામ કરી રહી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 6 એપ્રિલના રોજ  એક બાળકીનો વિકૃત થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પર ઈજાનાં 86 નિશાન જોવા મળ્યા છે. એના પરથી એ બાળકીને ગોંધી રાખવામાં આવી હશે અને એ દરમિયાન એની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની અને એની પર બળાત્કાર કરાયો હોવાની સંભાવના છે, એવું પોલીસનું કહેવું છે.આ કેસને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.