Not Set/ પીએમ એ 2022 સુધીમાં અમદાવાદ-વડોદરા વચ્ચે બુલેટ ટ્રેન શરુ કરવા આપી સૂચના

  નરેન્દ્ર મોદીના સ્વપ્ન પ્રોજેક્ટ એવા બુલેટ પ્રોજેક્ટને સર્વપ્રથમ વડોદરા અને અમદાવાદ વચ્ચે ચલાવવાની સરકારની નેમ છે. નેશનલ રેલવે કોર્પોરેશન લિમિટેડ સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે કે 2022 માં આપણે સૌ દેશનો 75 મોં સ્વતંત્રતા દિવસ મનાવશે તે પહેલા આ પ્રોજેક્ટને પૂરો કરવાનું માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની […]

Top Stories Ahmedabad Gujarat Vadodara India
Screen Shot 2017 05 24 at 3.42.19 PM Super Portrait પીએમ એ 2022 સુધીમાં અમદાવાદ-વડોદરા વચ્ચે બુલેટ ટ્રેન શરુ કરવા આપી સૂચના

 

નરેન્દ્ર મોદીના સ્વપ્ન પ્રોજેક્ટ એવા બુલેટ પ્રોજેક્ટને સર્વપ્રથમ વડોદરા અને અમદાવાદ વચ્ચે ચલાવવાની સરકારની નેમ છે. નેશનલ રેલવે કોર્પોરેશન લિમિટેડ સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે કે 2022 માં આપણે સૌ દેશનો 75 મોં સ્વતંત્રતા દિવસ મનાવશે તે પહેલા આ પ્રોજેક્ટને પૂરો કરવાનું માનવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની જમીનનું સંપાદન ચાલુ છે એવામાં આ વર્ષના પુરા થતા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થઇ જશે. જયારે આ પ્રોજેક્ટ બનાવવામાં 110 હજાર કરોડનો ખર્ચ થઇ શકે છે.

જયારે આ મુદ્દે કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની પ્રાથમિક તૈયારીઓ વડોદરા અને આણંદ રસ્તા વચ્ચે આ પ્રોજેક્ટની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં લગભગ 1400 હેક્ટર જમીનની જરૂર પડી આવે છે. જો કે 850 હેક્ટર જમીન ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તાર અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલી છે. જેમાં જમીન સંપાદન કરવા ગુજરાત સરકારે પણ મદદ કરવા માટે આશ્વાસન આપવાની વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તાર વચ્ચે 2018 ના અંત સુધીમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવાનો ટાર્ગેટ સરકારનો છે.

જો કે આપને જણાવી દઈએ કે આ અમદાવાદ વડોદરા પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂરો કરવાનું સરકારનો નિર્ણય છે. જયારે સંપૂર્ણ પ્રોજેક્ટ 2023 માં પૂરો કરવાના સમાચાર મળી રહ્યા છે.