Not Set/ Google નો આજે છે 21મો હેપ્પી બર્થ ડે, બનાવ્યુ ખાસ Doodle

આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ પોતાનો 21 મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે, ગૂગલે આ ખાસ પ્રસંગને ખૂબ જ રસપ્રદ રીતે ઉજવ્યો છે. ડૂડલમાં 27 સપ્ટેમ્બર 1998 ની તારીખ સાથે ડેસ્કટોપ કમ્પ્યુટરને બતાવવામાં આવ્યું છે. જૂના લોગો સાથેનું Google નું સર્ચ પેજ, કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઇ રહ્યુ છે. આ કેરીકેચરમાં તે યુગનાં કમ્પ્યુટર્સ ઉપરાંત […]

Top Stories World
googled Google નો આજે છે 21મો હેપ્પી બર્થ ડે, બનાવ્યુ ખાસ Doodle

આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ પોતાનો 21 મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે, ગૂગલે આ ખાસ પ્રસંગને ખૂબ જ રસપ્રદ રીતે ઉજવ્યો છે. ડૂડલમાં 27 સપ્ટેમ્બર 1998 ની તારીખ સાથે ડેસ્કટોપ કમ્પ્યુટરને બતાવવામાં આવ્યું છે. જૂના લોગો સાથેનું Google નું સર્ચ પેજ, કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઇ રહ્યુ છે. આ કેરીકેચરમાં તે યુગનાં કમ્પ્યુટર્સ ઉપરાંત માઉસ અને પ્રિંટર છે.

google 1 Google નો આજે છે 21મો હેપ્પી બર્થ ડે, બનાવ્યુ ખાસ Doodle

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ, સપ્ટેમ્બર 1998 માં બે મિત્રો Larry Page અને Sergey Brin દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. Larry Page અને Sergey Brin કેલિફોર્નિયાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનાં પીએચ.ડી. વિદ્યાર્થીઓ હતા. પોતાના 15 માં જન્મદિવસ પર, ગૂગલે જ કહ્યું હતું કે ગૂગલનો અસલ જન્મદિવસ ક્યારે છે તે કંપનીને ખબર નથી, પરંતુ સત્તાવાર નોંધણીને લીધે, કંપની પોતાને 27 સપ્ટેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ માને છે.

Image result for google 21st birthday hd photos

 

શરૂઆતમાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટમાં ગૂગલ વેબસાઇટ માટે એક પેજ બનાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે સર્ચ એન્જિન ગૂગલનું નામ ‘Googol’ શબ્દની ખોટી જોડણી હોવાને કારણે રાખવામાં આવ્યું છે. Google.com 15 સપ્ટેમ્બર, 1997 નાં રોજ ડોમેન નામ તરીકે નોંધાયેલું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.