Not Set/ સરહદ પર અચાનક પાકિસ્તાને સૈન્યનો ખડકલો કર્યો

નવી દિલ્હી, પાકિસ્તાન બોર્ડર પર નવી ચાલ રમીને ભારતને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ત્યારે પાકિસ્તાનની એક નવી ચાલનો ખુલાસો થયો છે. ગુપ્તચર રીપોર્ટનુ માનીએ તો પાકિસ્તાન એલઓસી પર સતત પોતાની સેના વધારી રહ્યુ છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાને પોતાની ૬૨મી ઈંફ્રેન્ટ્રીની સંખ્યા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન એલઓસી પર અનેક ઘણી વધારી દીધી […]

Top Stories India
pak army reuters સરહદ પર અચાનક પાકિસ્તાને સૈન્યનો ખડકલો કર્યો
નવી દિલ્હી,
પાકિસ્તાન બોર્ડર પર નવી ચાલ રમીને ભારતને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ત્યારે પાકિસ્તાનની એક નવી ચાલનો ખુલાસો થયો છે. ગુપ્તચર રીપોર્ટનુ માનીએ તો પાકિસ્તાન એલઓસી પર સતત પોતાની સેના વધારી રહ્યુ છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાને પોતાની ૬૨મી ઈંફ્રેન્ટ્રીની સંખ્યા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન એલઓસી પર અનેક ઘણી વધારી દીધી છે.

pakistan army સરહદ પર અચાનક પાકિસ્તાને સૈન્યનો ખડકલો કર્યો

સુત્રોનુ માનીએ તો યુદ્ધવિરામનો ભંગ કરવા માટે પાકિસ્તાને ૨૧૦થી વધુ ટ્રુપ્સની સંખ્યા એલઓસી પર વધારી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને ૧૪ નવી આર્મી પોસ્ટ પણ બનાવી છે. જેની મદદથી પાકિસ્તાન ફાયરીંગ કરવાની નવી તક શોધી રહ્યુ છે. ગુપ્તચર રીપોર્ટનુ માનીએ તો શિયાળામાં પાકિસ્તાની આતંકીઓ ઘુસણખધોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી તે હવે ઉનાળામાં ઘુસણખોરી કરાવવા માટે સેનાની સંખ્યા વધારી રહ્યુ છે. પાકિસ્તાનની આ ચાલને જાઈ એલઓસી અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સેના તેમજ બીએસએફને સતર્ક કરી દેવામાં આવી છે.
 દરમિયાન બીએસએફે ગૃહ મંત્રાલયને સોંપેલ રીપોર્ટ મુજબ પાક રેંજર્સને પાકિસ્તાન સેના સતત મદદ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાન રેંજર્સ સાથે મળીને ભારતની સુરક્ષા વ્યવસ્થાની રેકી કરે છે. ૩૫ પાકિસ્તાની આર્મીના અધિકારીઓ અને જવાનો પાક રેંજર્સ સાથે મળીને રાજસ્થાન સરહદ પર સતત રેકી કરી રહ્યા છે.