israel hamas war/ જાણો, ઇઝરાયલમાં રહેલી ગુજરાતની દીકરીએ શું કહ્યું…..

રાજકોટની સોનલ ગેડીયા નામની મહિલા હાલ ઇઝરાયેલમાં નોકરી કરે છે. એવામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિને લઈને સોશિયલ મીડિયા ઉપર તેને એક મેસેજ વાયરલ કર્યો હતો.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 65 જાણો, ઇઝરાયલમાં રહેલી ગુજરાતની દીકરીએ શું કહ્યું.....
  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
  • રાજકોટની સોનલ ગેડિયાએ શેર કર્યો વધુ એક વિડીયો
  • ઇઝરાયલની હાલની પરિસ્થિતિનું કર્યું વર્ણન

Rajakot News: ઇઝરાયેલમાં આતંકવાદી સંગઠન હમાસ દ્વારા વિનાશક હુમલાને કારણે સતત અફરાતફરીનો માહોલ છવાયો છે ત્યારે ઇઝરાયેલમાં રહીને નોકરી કરતી અને મૂળ રાજકોટની સોનલ ગેડીયા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. રાજકોટની સોનલ ગેડિયા નામની યુવતી છેલ્લા 8 વર્ષથી ઈઝરાયેલમાં રહીને નોકરી કરવાની સાથે સાથે ભણી રહી છે. ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલાના યુદ્ધના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે.

જેમાં તેઓ જણાવી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારના યુદ્ધ થાય છે. જ્યારે આ વર્ષે હમાસ દ્વારા હુમલા માટે અલગ ટ્રીક અપનાવવામાં આવી છે. જેમાં આ વખતે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલની અંદર ઘૂસી ગયા છે અને જ્યાં ત્યાં પબ્લિક ઉપર હુમલાઓ કરી રહ્યા છે. જ્યારે આતંકવાદીઓ રસ્તા ઉપર જોવા મળતા ગમે તે દેશના નાગરિકો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. હાલ પણ અહીંયા યુદ્ધની પરિસ્થિતિ શરૂ છે. તેમજ સરકાર દ્વારા સ્થાનિકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. એવામાં બહાર રોકેટ અને બોંબ મારો ચાલુ છે.

અહી સતત બોમ્બના અવાજો સંભળાય છે તેવું વીડિયોમાં સોનલ ગેડીયાએ જણાવ્યું હતું. ગાઝા પટ્ટી પર થતા હુમલાના પણ સતત અવાજો અહીં સંભળાઇ રહ્યા છે, ઇઝરાયેલના નાગરિકોને સતત ધ્યાન રાખવા અને ઘરથી બહાર ન નીકળવાનું સરકારે જણાવ્યું છે. હમાસના આતંકવાદીઓ લોકોના ઘરમાં ઘુસીને તેમને મારી રહ્યા છે. જેથી લોકોને બહાર નીકળવામાં ખૂબ જ સાવચેતી રાખવા જેવું છે તેમ સોનલે વીડિયોમાં કહ્યું હતું.

ઇઝરાયલમાં 150 થી 200 ગુજરાતીઓ ફસાયેલા છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અનેક ગુજરાતીઓ ભયમાં જીવી રહ્યાં છે. રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી વ્યવસાય અથવા ભણતર માટે ગયેલા કેટલાય લોકોના પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 જાણો, ઇઝરાયલમાં રહેલી ગુજરાતની દીકરીએ શું કહ્યું.....


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા