Dahod/ દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

દાહોદ SOG પોલીસે 500 ના દરની 5 લાખ ઉપરાંતની નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી લીધા

Gujarat Others
YouTube Thumbnail 66 દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

Dahod News: દાહોદમાં થોડા દિવસો અગાઉ 90 લાખની ખંડણી માંગવા મામલે મહિલા સહીત ત્રણ આરોપીઓ પોલીસના ધક્કે ચડ્યા હતા અને જેમાંથી એક ધવલ પરમાર નામના મુખ્ય આરોપી પાસેના મોબાઈલ ફોનને ફોરેન્સિક રીપોર્ટ માટે પોલીસે મોકલ્યા ત્યારે ફોરેન્સિક રિપોર્ટમાં ખંડણી માંગનાર બીજો આરોપી અનીલ પરમાર નામના આરોપી જોડે નકલી નોટો હોવાની વાત ચીત જાણવા મળી હતી ત્યારે પોલીસે ઉંડાણ પૂર્વક અને ગંભીર મામલાને લઈને ટેક્નિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા બે ઈસમોની સંડોવની હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે SOG પોલીસે વોચ ગોઠવી તેમની તપાસમાં જોતરાયેલા હતા ત્યારે પોલીસને બાતમી મળી હતીકે કતવારા ગામે બે ઈસમો નકલી નોટો લઈને બજારમાં આવી રહ્યા છે તેવી બાતમી આધારે SOG પોલીસે વોચ દરમિયાન બાતમી વાળા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાંથી પોલીસને બન્ને ઈસમો પાસે ભારતીય બનાવટની કલર ઝેરોક્ષ વાલી 500 ના દરની 1015 નંગ નકલી નોટો જે ₹5,07,500 રૂપિયાના દરની નોટો તેમની પાસેથી ઝડપી લીધી હતી જોકે SOG પોલીસે બન્ને નકલી નોટો છાપનાર આરોપીઓને છાપેલી ભારતીય બનાવટની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા જાણવા મળ્યા અનુસાર બન્ને ઈસમોએ બજારમાં આ નકલી નોટો કોઈને આપી નથી બજારમાં આ નોટોનું ચલણ જોવા નથી મળ્યું પરંતુ ભારતીય અર્થ તંત્રને નુકશાન પહોંચાડતી હોવાની અસલ દેખાતી નકલી નોટો આ બન્ને ઈસમો પાસેથી મળી નથી.

આ માત્ર ઝેરોક્ષ મશીનમાં કલર ઝેરોક્ષ કરી એક જ સિરિયલ નંબરની નોટોનું છાપકામ કરી અને એકલ દોકલ બજારમાં નોટો આપવાનું આ બન્ને ઈસમોનું કાવતરું હતું પરંતુ તે લોકો બજારમાં નોટોનું ચલણ કરે તે પહેલાજ SOG પોલીસે તેમને દબોચી લીધા હતા જેમાં પોલીસના હાથે ઝડપાયેલો કલેશ ટીટુ સંગાડા રહેવાસી ઇટાવા કોટવાલ ફળિયું તાલુકા જિલ્લા દાહોદ બીજો ઝડપાયેલો આરોપી મંગળીયા મનુ ડામોર રહેવાસી તરવાડીયા વજા નિશાળ ફળિયું તાલુકા જિલ્લા દાહોદ બન્ને ઈસમો પાસેથી SOG પોલીસે પાંચ લાખ ઉપરાંતની નકલી નોટો બે મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

જોકે હજુ આ કાવતરામાં સંડોવની કરવાનાં બાકી છે તેવા આરોપીઓના નામ શૈલેષ માનસિંગ વહોનિયા રહેવાસી સારમારિયા તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદ, અન્ય એક પકડવાનો બાકી ઈસમ જેનું નામ હિમસીંગ નરસુ ગણાવા નાની ખરજ બાંડાખેડી ફળિયું તાલુકા જિલ્લા દાહોદ આ ચાર આરોપીઓએ મળી નકલી નોટો છાપી અને બજારમાં ઉતારવાનું કાવતરુ હતું પરંતુ ખંડણી માંગનાર આરોપીઓના મોબાઈલ ફોન માંથી ફોરેન્સિક રીપોર્ટએ ભાંડાફોડ કરતા નકલી નોટો બજારમાં ઉતરે તે પહેલાજ પોલીસે તેમને દબોચી જેલ ભેગા કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા