Not Set/ “વાયુ” વાવાઝોડાને લઇને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાતનાં દક્ષિણ ભાગમાં વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા બે દિવસથી એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. રાજ્ય સરકારે આને ગંભીરતાથી લેતા અગાઉથી પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર વાયુ વાવાઝોડુ ગુજરાતને મોટુ નુકસાન પહોચાડશે નહી. જો કે NDRFની ટીમ સચેત છે અને કોઇ પણ આપદાને પહોચી વળવા તૈયાર છે. વાયુ વાવાઝોડા વિશે […]

Top Stories Gujarat Others
706479 chudasamabhupendrasinh 020318 “વાયુ” વાવાઝોડાને લઇને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાતનાં દક્ષિણ ભાગમાં વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા બે દિવસથી એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. રાજ્ય સરકારે આને ગંભીરતાથી લેતા અગાઉથી પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર વાયુ વાવાઝોડુ ગુજરાતને મોટુ નુકસાન પહોચાડશે નહી. જો કે NDRFની ટીમ સચેત છે અને કોઇ પણ આપદાને પહોચી વળવા તૈયાર છે. વાયુ વાવાઝોડા વિશે ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે.

અરબ સમુદ્રમાં સ્થપાયેલ હવાનું લો પ્રેશર, વાવાઝોડામાં પરિવર્તીત થયું અને ગુજરાતનાં સાગર કાંઠા તરફ તિવ્ર ગતીથી આગળ વધી રહ્યું હોવાની માહિતી હવામાન વિભાગે જાહેર કરી હતી. તાજેતરમાં સોમનાથમાં પણ આ વાવાઝોડાને કારણે એલર્ટ આપવામાં આવ્યુ છે. આ એલર્ટ વચ્ચે આજે સોમનાથ મંદિરને ખુલ્લુ રખાયુ છે ત્યારે સવાલો પણ ઉભા થયા છે. વાયુ વાવાઝોડા અંગે હજુ ગુજરાતમાં પૂરી રીતે ખતરો ટળ્યો ન હોવાથી સોમનાથ મંદિરને ખુલ્લુ રાખવુ તે દર્શનાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે. આપને જણાવી દઇએ કે, આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આ એક કુદરતી આફત છે, જેને કુદરત જ રોકી શકશે, ત્યારે કુદરતને આપણે કેવી રીતે રોકીએ.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડું “વાયું” તારીખ 13નાં રોજ એટલે કે આજે ગુજરાતનાં પોરબંદરથી મહુવા સુધીની દરયાઇ પટ્ટી પર લેન્ડ ફોલ થાય તેવી સંભાવનાઓ હતી, પરંતુ તાજા જાણકારી મુજબ ગુજરાતનાં દરિયા કિનારે ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડાએ બુધવારે મધ્યરાતથી દિશા બદલી છે. હવે તે ગુજરાતનાં કાંઠા વિસ્તારોને ટકરાશે નહી. સુત્રોનું કહેવુ છે કે, વાયુ વાવાઝોડુ પોરબંદરનાં દરિયાકાંઠે સ્પર્શીને પસાર થઇ જશે. જેના કારણે પોરબંદરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ આવે તેવી પૂરી સંભાવનાઓ છે. ગુજરાતનાં દરિય કાંઠા વિસ્તારોમાં પૂરી રીતે સંકટ દૂર ન થયુ હોવાના કારણે NDRFની ટીમને તૈનાત રાખવામાં આવી છે, જે અચાનક આવેલી આપદામાં લોકોની મદદ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.