Not Set/ વાયુએ બદલ્યું વાતાવરણ,રાજ્યના 108 તાલુકામાં પવન સાથે વરસાદ

ગાંધીનગર, વાયુ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે.બુધવારે રાતે અને ગુરૂવારે સવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. […]

Top Stories Gujarat
dvjdv 4 વાયુએ બદલ્યું વાતાવરણ,રાજ્યના 108 તાલુકામાં પવન સાથે વરસાદ

ગાંધીનગર,

વાયુ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે.બુધવારે રાતે અને ગુરૂવારે સવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત,જ્યાં વાયુની સીધી અસર નહીંવત છે,ત્યાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો.એક ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા.હિંમતનગરમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ઉઘાડી પડી ગઈ હતી.વરસાદના પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના ટાવર ચોક, ખેડ તાસિયા માર્ગ પરના ટીપી રોડ અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા.

વીરપુરમાં વાયુ વાવાઝોડાના પગલે મેઘરાજાની એન્ટ્રી વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.વરસાદના કારણે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ. જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તો બીજી બાજુ અરવલ્લીમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય વાયુ વાવાઝોડાની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી. જેના પગલે અરવલ્લી જિલ્લાનું વાતાવરણ બદલાયું અને વરસાદી ઝાપટુ પડતા ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. જેના પગલે જાફરાબાદ સહિતના દરિયાઈ વિસ્તારમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે.જાફરાબાદના દરિયામાં વિકરાળ મોજા ઉછળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમરેલી, બગસરા,બાબરા સહિતાના વિસ્તારોમાં પવન ફૂંકાતા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

ભાવનગર ના સિહોર, પાલીતાણા આજુબાજુના વિસ્તારો વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડા અને અજીબાજુના વિસ્તારો તથા તળાજામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ દરિયામાં વધુ કરંટને કારણે ઊંચે મોજા ઉછળી રહ્યાં છે.