keshod/ મુસ્લિમ પરિવાર બનશે હિંદુ , મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા કરી અરજી

મુસ્લિમ પરિવાર બનશે હિંદુ , મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા કરી અરજી

Gujarat Others Trending
morbi papar mill 4 મુસ્લિમ પરિવાર બનશે હિંદુ , મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા કરી અરજી

હિંદુ મુસ્લિમ એકતાના ઘણા બધા ઉદાહરણ તો આપણે જોયા છે. એક બીજાના તહેવાર ઉજવતા જોયા છે. હિન્દુઓને મજાર પર ચાદર અને ફૂલ અર્પણ કરતા જોયા છે. પરંતુ શું ક્યારેય સાંભળ્યું છે કે,કોઈ મુસ્લિમે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હોય..? જી હા અહીં એક એવો મુસ્લિમ પરિવાર છે જેણે સહ પરિવાર હિંદુધર્મ અંગીકાર કરવા અરજી કરી છે.  અને સૌથી મોટી વાત એ છે કે કડવા પાટીદાર  સમાજે તેમનો સ્વીકાર પણ કર્યો છે.

આ વાત છે જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાની. અહીં વસતા એક મુસ્લીમ પરિવારે હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. કેશોદના  આ પરિવારે જણાવ્યું કે તેઓના પૂર્વજો કહેતા કે સંજોગો મુજબ જેતે વખતે કડવા પટેલ માંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો પણ હવે તેમણે પોતાની મૂળ જ્ઞાતિ કડવા પટેલ સમાજને પોતાના પરિવારને સ્વીકારવા અરજી કરી હતી. જેને જ્ઞાતિ પ્રમુખે સ્વીકૃતિ આપતા હવે સરકારી મંજૂરી લેવા પ્રોસિઝર હાથ ધરી છે.

morbi papar mill 3 મુસ્લિમ પરિવાર બનશે હિંદુ , મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા કરી અરજી

કેશોદના જીન્નતભાઇ (જીન્નત અલીભાઇ) કાનજીભાઇ વડસરિયાનો પરિવાર મુસ્લિમ મતાવલંબી તરીકે રહેતો હતો. તેમણે પત્ની મંજુલાબેન (દોલતબેન), પુત્રી અમિતા, મીના અને રસીલા અને પુત્ર હસમુખ સહિત તમામ સભ્યોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પૂર્વજો મૂળ કડવા પટેલ હતા. આથી તેઓએ પોતાની જ મૂળ જ્ઞાતિમાં કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજને અરજી કરી પોતાના પરિવારનો જ્ઞાતિમાં પુન:સ્વીકાર કરવા વિનંતી કરી હતી. જેને સમાજે સ્વીકારી હતી.

કેશોદના કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલ ખાનપરાએ જણાવ્યું હતું કે, અમે તેમને સરકારી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. અને સાથે તેમનો ફરી કડવા પટેલ સમાજમાં સ્વીકાર કરવા સંમતિ આપતા તેઓ હવે મુસ્લિમ માંથી પોતાના મૂળ ધર્મ માં પરત ફરશે.

જયારે પરિવારના પુત્ર હસમુખભાઇ વડસરિયાએ જણાવ્યું હતું કે, મારા પિતા નિવૃત્ત શિક્ષક છે. અમને પહેલેથી જ હિન્દુ ધર્મમાં આસ્થા છે. અમે મોરારિબાપુની કેસેટો સાંભળતા અને અમે રામાયણ વાંચતા હતા અને અમારી મૂળ જ્ઞાતિ અમને ભેળવવા તૈયાર થઇ છે તે જાણી આનંદ છે.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ