આરોપી/ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરનાર શખ્સને પકડયો

વડોદરામાં કાળાબજારી કરનાર શખ્સ ઝડપાયો

Gujarat
oxygen 1 વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરનાર શખ્સને પકડયો

વડોદરા શહેરમાં ઓક્સિજનની કાળાબજારી કરવા આવેલા અમદાવાદના યુવકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમિત નગર સર્કલ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 3 સિલિન્ડર સહિત 5.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

કોરોના મહામારીમાં પણ મોતના સોદાગરો લાલચના લીધે કાળા બજારી કરી રહ્યા છે .રેમડેસિવિર ઇન્જેક્શન, દવાઓ, ઓક્સિજન સિલિન્ડર સહિતની મેડીકલ વસ્તુઓની માફિયાઓ દ્વારા કાળા બજારી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉ રેમડેસીવીર ઇન્જેક્શનના કરનારાઓને ઝડપી પાડયા હતા.

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વગર પાસ પરમીટે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરનું કાળાબજારી કરી બજાર ભાવ કરતા ઊંચા ભાવે વેચવા અમદાવાદમાં રહેતો જય ગઢવી વડોદરામાં અમિત નગર સર્કલ પાસેથી પસાર થવાનો છે. ત્યારે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચેકિંગ દરમિયાન અમિત નગર સર્કલ પાસે એક કાર ચાલકને અટકાવી તપાસ કરતા તેના પાસેથી 47 લિટરના 3 મેડિકલ ઓક્સિજન સિલેન્ડર મળી આવ્યા હતા.