@અમિત રૂપાપરા
Surat News:સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં જ સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરવામાં આવી છે. એક અઠવાડિયાની ડ્રાઇવ દરમ્યાન 602 જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં અનૈતિક દેહ વ્યાપારના 16 કેસ કરવામાં આવ્યા છે. તો જાહેરનામા ભંગના 188 કેસ કરવામાં આવ્યા છે. જેમાં હોટલ સંચાલકોની બેદરકારી મામલે 62 કેસ કરાયા છે. તો 90 લોકોની અત્યાર સુધી ધરપકડ કરાઇ છે અને 3 કેસમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ છે અને એક સ્પા સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિ સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રાઈવ દરમિયાન 602 જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં ઈમોરલ ટ્રાફિકકિંગ એટલે અનૈતિક દેહવ્યાપારના 16 કેસ, ipc 188 અનુસારના 62 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 90 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ 1 સ્પા સામે લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, કેટલાક હોટલ વાળા કે જે આઈકાર્ડ વગર રૂમ આપતા હતા કેટલીક ઓયો હોટલમાં રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હોય આ પ્રકારે 62 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. તો 100 કેસ દેહ વ્યાપારના કરવામાં આવ્યા છે અને 188 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા 47 કેસ ઇમોરલ ટ્રાફિકિંગના કરવામાં આવ્યા છે. જેમાં 101 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 197 મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. જેમાં 52 વિદેશી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન 3 કેસમાં પાસા હેઠળ કામગીરી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સના દરોડા, 194 નશીલી દવાઓના બોક્સ જપ્ત કર્યા
આ પણ વાંચો:લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા
આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO
આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી