સુરત/ લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

સમગ્ર સુરતમાં નવરાત્રીની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસીડેન્સીમાં અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 24T120639.671 લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતમાં નવરાત્રીની અનોખી ઉજવણી જોવા મળી હતી સુરતની સંકલ્પ રેસીડેન્સી દ્વારા લવ જેહાદ પ્રત્યે યુવતીઓમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ સંદેશા આપતા બેનરો સોસાયટીમાં લગાવવામાં આવ્યા હતા સોસાયટીની મહિલાઓને બહાર રમવા ના જવું પડે તે માટે સોસાયટીમાં જ ઓરકેસ્ટ્રા સાથે રમઝટ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે જેથી કરીને યુવતીઓને એકલા બહાર ના જવું પડે તે પ્રકારનો પ્રયાસ સંકલ્પ રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

Untitled 14 20 લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

સમગ્ર સુરતમાં નવરાત્રીની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસીડેન્સીમાં અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે સોસાયટીની મહિલાઓ અને યુવતીઓને બહાર રમઝટમાં રમવા ના જવું પડે તે માટે સોસાયટીમાં જ રમઝટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહી છે.હાલમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે તેથી વિધર્મીઓ યુવતીઓને લલચાવી ફોસલાવી લવજેહાજ નો ભોગ ના બનાવે તે માટે જાગૃતતા લાવવા માટે સોસાયટીમાં વિવિધ પ્રકારના બેનરો મારવામાં આવ્યા હતા.

Untitled 14 21 લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

જેથી કરીને યુવતીઓમાં જાગૃતતા આવે અને સોશિયલ મીડિયા તેમજ પોતાનો નંબર આપ લે કરતી વખતે ધ્યાન રાખે સાથે સાથે સોસાયટીમાં સ્વદેશીના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. કારણકે પાણી પીણીની વસ્તુઓ બહારથી આવતી હોય છે તેના કરતા લોકો પોતાનું સ્વદેશી અપનાવે તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો તેની સાથે તમામ ચીજ વસ્તુઓ પોતાના જ દેશની વાપરવામાં આવે જેથી દેશ ની ઉન્નતિ અને પ્રગતિ થાય તેવી જાગૃતતા લોકોમાં ફેલાય તે માટે થઈને પણ સંકલ્પ રેસીડેન્સી દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Untitled 14 22 લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા

સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે નવરાત્રી તો કરતા જ હોઈએ છીએ જે માત્ર સાઉન્ડ પર કરવામાં આવતી હતી. પરંતુ તેમાં મહિલાઓ અને યુવતીઓ બહાર રમઝટમાં રમવા જતી હોય છે .તેથી આ વર્ષે પોતાની દીકરીઓ અને મહિલાઓ સોસાયટીમાં પોતાની નજર સામે ગરબા રમી શકે તે માટે ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રીની ઉજવણી કરી રમઝટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. હાલમાં વધી રહેલા લવ જેહાદ કિસ્સાને લઈને દરેક માતા-પિતા ચિંતિત થઈ ઊઠ્યા છે જેથી કરીને સોસાયટીમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 લવ જેહાદ પ્રત્યે જાગૃતતા લાવવા સોસાયટીમાં બેનર સાથે ગરબા


આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO

આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

આ પણ વાંચો:ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

આ પણ વાંચો:દશેરાને લઈને આરોગ્ય વિભાગ જાગ્યો, અલગ અલગ દુકાનો પરથી લેવાયા ફાફડા જલેબીના સેમ્પલ