Ahmedabad/ જમાલપુરમાં હિંસક મારામારી, ચાર વ્યક્તિને ઇજા, અનેક વાહનોમાં થઇ તોડફોડ

અમદાવાદમાં લુખ્ખાગીરી ખુબ જ વધતી જઈ રહી હોય તેવું શહેરમાં બની રહેલા બનાવોને જોતા લાગી રહ્યું છે. કાલે જુહાપુરામાં પોલીસ પર હુમલાનો બનાવ બન્યો….

Ahmedabad Gujarat
Untitled 62 જમાલપુરમાં હિંસક મારામારી, ચાર વ્યક્તિને ઇજા, અનેક વાહનોમાં થઇ તોડફોડ

@રીઝવાન શેખ , મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદમાં લુખ્ખાગીરી ખુબ જ વધતી જઈ રહી હોય તેવું શહેરમાં બની રહેલા બનાવોને જોતા લાગી રહ્યું છે. કાલે જુહાપુરામાં પોલીસ પર હુમલાનો બનાવ બન્યો. આરોપી અમીન મારવાડીએ પોલીસ જવાન ઉપર ગાડી ચડાવીને હત્યા કરવાની કોશિશ કરી.જેની શાહી હજી સુખાઈ પણ નથીને ત્યાં અમદાવાદમાં વધુ એક ગુંડાગીરીનો બનાવ સામને આવ્યો છે.

જમાલપુર વિસ્તારમાં આવેલા રુકૂનપુરાના મોહલ્લામાં છ થી સાત ઈસમો ઘાતક હથિયારો સાથે ઘુસી આવ્યા હતા. મોહલ્લામાં બેઠેલાસુલેમાન ભાઈ, રોહાન શેખ તથા મોહમ્મ્દ આરીફહુસેન અને ખાલિદ શેખ નામની વ્યક્તિઓ ઉપર અસામાજિક તત્વો તૂટી પડયા હતા. છરી, બેઝબોલના દંડાથી થયેલા હુમલામાં ચારેય વ્યક્તિઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી. હુમલામાં બેકાબુ બનેલા ટોળાએ મોહલ્લામાં પાર્ક કરેલ અનેક વાહનોમાં તોડફોડકરીને બેફામ આતંક મચાવીને મોહલ્લામાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ગભરાઈ ગયેલા મોહલ્લાના લોકોએ પોતાના રક્ષણ માટે 100 નંબર ડાયલ કરીને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે બોલાવી હતી.

પોલીસે ઘટના સ્થળ ઉપર દોડી જઈને નાસી ગયેલા ઈસમો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. ખાલિદ શેખે ગાયકવાડ હવેલી પોલીસને જણાવ્યું હતું કે ખાનપુરમાં રહેતો શમશેર પઠાણ અને તેનો મિત્ર ફઈમ તેમજ અન્ય પાંચથી સાત ઈસમોએ તેમના મોહલ્લામાં આવીને આતંક મચાવ્યો હતો. ચાર વ્યક્તિઓ ઉપર છરીઓ અને બેઝબોલના દંડાથી ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ગાયક વાડ હવેલી પોલીસે શમશેર પઠાણ , ફહીમ સહીત સાત ઈસમો સામે રાયોટીંગ,મારામારી, અને તોડફોડની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Ahmedabad / 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

Ahmedabad / ગુજરાત યુનિવર્સીટીએ બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો