અમદાવાદઃ અમદાવાદમાં 19મી નવેમ્બરના રોજ યોજાનારી આઇસીસી વર્લ્ડ કપ ફાઇનલને લઈને બધી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્રથી લઈને આરોગ્ય તંત્ર ખડેપગે રાખવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ માટે બે આઇસીયુ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. તેની સાથે 60 જેટલો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ ફક્ત આઇસીયુ હોસ્પિટલ માટેનો જ હશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ જોવા માટે વીવીઆઇપીઓનો કાફલો આવવાનો છે. આ મેચ જોવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાના બંનેના વડાપ્રધાન, ગૃહપ્રધાનની સાથે ઉદ્યોગપતિઓ, ફિલ્મ સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને રાજકીય અગ્રણો આવવાના છે. તેના લીધે વહીવટીતંત્ર કોઈ કચાશ રાખવા માંગતું નથી.
પોલીસ દ્વારા પણ તમામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન બનાવાયો છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. શંકાસ્પદોને અટકાયતમાં લઈ લેવાયા છે. બંને ટીમોના ક્રિકેટરો જ્યાં રોકાયા છે ત્યાં હોટેલની આસપાસના વિસ્તારોમાં પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત બનાવવામાં આવી છે.
વીવીઆઇપી માટે બે આઇસીયુ હોસ્પિટલ અને પ્રેક્ષકો માટે છ બેડની હોસ્ટિપલ ઊભી કરવામાં આવી છે. આ સિવાય છ જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર છે. તેમા ખેલાડીઓ માટે એક, વીવીઆઇપી માટે એક અને પ્રેક્ષકો માટે ચાર જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સ્ટેડિયમની અંદર મેડિકલ કિઓસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત/ સચિન GIDCમાં બીજા માળેથી બે શ્રમિકો પટકાયા, એકનું મોત, એક ગંભીર
આ પણ વાંચોઃ Relaxation/ ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ ખમણ-ઢોકળાની અને ક્રુઝ સવારીની માણશે મજા
આ પણ વાંચોઃ Canada/ કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું