Not Set/ મધ્યપ્રદેશમાં ભારે રસાકસી,કોંગ્રેસ-113,ભાજપ-109 સીટો પર આગળ,મોડી રાતે ચિત્ર સ્પષ્ટ થશે

ઇન્દોર, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે.જો કે મધ્યપ્રદેશમાં કોણ સરકાર બનાવશે તે અંગેનું સસપેન્સ છેક સુધી યથાવત રહ્યું હતું.રાતે 10 વાગ્યે મળી રહેલાં વલણો પરથી કોંગ્રેસને 113 સીટો પર આગળ હતી,જ્યારે ભાજપ 109 સીટો પર આગળ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી માટે 116 સીટની જરૂર છે અને બંને પક્ષો 4-5 સીટની બહુમત […]

Top Stories India
raa મધ્યપ્રદેશમાં ભારે રસાકસી,કોંગ્રેસ-113,ભાજપ-109 સીટો પર આગળ,મોડી રાતે ચિત્ર સ્પષ્ટ થશે

ઇન્દોર,

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે.જો કે મધ્યપ્રદેશમાં કોણ સરકાર બનાવશે તે અંગેનું સસપેન્સ છેક સુધી યથાવત રહ્યું હતું.રાતે 10 વાગ્યે મળી રહેલાં વલણો પરથી કોંગ્રેસને 113 સીટો પર આગળ હતી,જ્યારે ભાજપ 109 સીટો પર આગળ હતી.

મધ્યપ્રદેશમાં બહુમતી માટે 116 સીટની જરૂર છે અને બંને પક્ષો 4-5 સીટની બહુમત  માટે કટોકટ ચાલી રહ્યાં છે.આમ મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નેક ટુ નેક ફાઇટ જોવા મળી હતી.આ કાંટાની ટક્કર એટલી જોરદાર હતી કે સરકાર કોણ બનાવશે તે અંગેનું સસપેન્સ મોડી સાંજ સુધી રહ્યું હતું.

મધ્યપ્રદેશમાં બસપા 3 સીટો પર આગળ છે,જ્યારે અન્યો અને અપક્ષો 5 સીટો પર આગળ છે.આમ મધ્યપ્રદેશમાં 9 સીટો એવી છે જે નિર્ણાયક ભુમિકામાં રહેશે.બસપાના ચીફ માયાવતીએ એવા સંકેત આપ્યા હતા કે મધ્યપ્રદેશમાં તેઓ કોંગ્રેસને સાથ આપી શકે છે. ચૂંટણી અધિકારીની જાહેરાત પ્રમાણે મધ્યપ્રદેશનું વાસ્તવિક ચિત્ર મોડી રાતે સ્પષ્ટ થશે.

જો કે રાજ્યમાં બીજેપીને વધારે વૉટ મળ્યા છે, પરંતુ તેના માટે નિરાશાજનક વાત એ છે કે વધારે સીટો કૉંગ્રેસ જીતી રહી છે. આ પહેલા કર્ણાટક ચૂંટણીમાં આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં વૉટ કૉંગ્રેસને વધારે મળ્યા હતા, જ્યારે સીટો બીજેપીએ વધારે જીતી હતી.