Not Set/ પીએમ મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં બાળ મજૂરીનો કિસ્સો થયો વાયરલ

પીએમ મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીથી એક વીડિયો વાયરલ થયો છે. જેમા બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. અહી 22 અને 23 ઓગષ્ટનાં રોજ મુલાકાતે આવેલા સીએમ યોગી આદિત્યનાથે સ્વચ્છતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જેની સીધી અસર ઘાટ પર જોવા મળી હતી. હકીકતમાં, ગંગાનાં પાણીનાં વધતા સ્તરને કારણે ઘાટ સહિતનાં […]

India
varanasi viral video પીએમ મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં બાળ મજૂરીનો કિસ્સો થયો વાયરલ

પીએમ મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીથી એક વીડિયો વાયરલ થયો છે. જેમા બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. અહી 22 અને 23 ઓગષ્ટનાં રોજ મુલાકાતે આવેલા સીએમ યોગી આદિત્યનાથે સ્વચ્છતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જેની સીધી અસર ઘાટ પર જોવા મળી હતી. હકીકતમાં, ગંગાનાં પાણીનાં વધતા સ્તરને કારણે ઘાટ સહિતનાં ઉપરનાં વિસ્તારોમાં પણ કાદવ એકઠો થયો છે.

પીએમ મોદીનાં સંસદીય વિસ્તારમાં બાળકોને મજૂરી કરાવી હોવાનુ સામે આવી રહ્યુ છે. વારાણસી પોલીસ વહીવટીતંત્રએ આ કાદવનો નિકાલ કરવા માટે સગીર બાળકોની મદદ લીધી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની ટીકા પણ ઘણી થઈ રહી છે. વીડિયોમાં બાળકો વારાણસી રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર વોટર પોલીસ ચોકી પર જમા થયેલ કાદવ સાફ કરતા જોવા મળ્યા હતા. જો આ બાળકો બાળ મજૂર છે અને પોલીસ આ બાળ મજૂરો દ્વારા મજૂરી કરાવી રહી છે, તો બાળ મજૂરી વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે. આ મામલો વારાણસીનાં દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશાશ્વમેધ ઘાટની ઉપર બનેલા જલ પોલીસ કચેરીનો છે. જેમાં કેટલાક બાળકો સફાઇ કરતા નજરે પડે છે.

એક તરફ પીએમ મોદી દેશને વિકાશશીલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી તરફ તેમના જ સંસદીય વિસ્તારમાં બાળકો સાથે બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોય ત્યારે તે માત્ર પીએમ મોદીનું જ નહી પણ સમગ્ર દેશનું અપમાન થઇ રહ્યુ છે જે જનમુખે હવે ચર્ચાઇ રહ્યુ છે. જો કે આ કેસમાં પોલીસનું કહેવુ હતુ કે બાળકો ઓફિસમાં જમા થયેલા કાદવમાં પૈસા શોધવા માટે કામ કરી રહ્યા હતા. સત્તાવાર રીતે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.