Not Set/ તમિળનાડુમાં આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ હાઈએલર્ટ, 2 સંદિગ્ધની અટકાયત

ગુરુવારથી તમિલનાડુમાં  હાઈએલર્ટ છે. એવા અહેવાલ મળ્યા છે કે છ આતંકવાદીઓ રાજ્યમાં પ્રવેશી ચૂક્યા છે, જે અહીં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે આ આતંકી પાડોશી દેશો શ્રીલંકાથી રાજ્યમાં પ્રવેશ્યા છે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે. સમગ્ર કાંઠા વિસ્તારમાં પણ સાધન પેટ્રોલીંગ હાથ ધરવા આવ્યું છે. […]

Top Stories India
tamilnadu તમિળનાડુમાં આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ હાઈએલર્ટ, 2 સંદિગ્ધની અટકાયત

ગુરુવારથી તમિલનાડુમાં  હાઈએલર્ટ છે. એવા અહેવાલ મળ્યા છે કે છ આતંકવાદીઓ રાજ્યમાં પ્રવેશી ચૂક્યા છે, જે અહીં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે આ આતંકી પાડોશી દેશો શ્રીલંકાથી રાજ્યમાં પ્રવેશ્યા છે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે. સમગ્ર કાંઠા વિસ્તારમાં પણ સાધન પેટ્રોલીંગ હાથ ધરવા આવ્યું છે.

શનિવારે બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે તેઓની ઇસ્લામિક મોડ્યુલો સાથે સંબંધ છે. તેમને કસ્ટડીમાં લઇને રાજ્ય પોલીસના સ્પેશ્યલ ઈન્ટેલિજન્સ યુનિટ (એસઆઈયુ) પૂછપરછ કરી રહી છે. કોઈમ્બતુરના પોલીસ સૂત્રો કહે છે કે અટકાયત કરાયેલા બેમાંથી એકનું નામ સાદિક છે. તે કેરળના થ્રિસુરનો છે અને ચેન્નાઇમાં નોકરી કરે છે. તે અખાત સ્થિત અબ્દુલ ખાદર સાથે સતત સંપર્કમાં હતો.

ખાદરને પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઇસ્લામિક ટેરર ​​મોડ્યુલનો વડા માનવામાં આવે છે. બીજાનુ નામ ઝહીર છે, જે તમિલનાડુના ઉક્કડમનો છે. તે હંમેશા સિદ્દિક સાથે ફોન પર વાત કરે છે. સિદ્દિક કેરળથી કોઈમ્બતુર આવ્યો હતો. એસઆઈયુ અધિકારીઓએ તેની બસ સ્ટેન્ડ પર ધરપકડ કરી હતી. જ્યારે ઝહીરને તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

એસઆઈયુ એ રાજ્ય પોલીસની એક પાંખ છે જે ઇસ્લામિક આતંકવાદીઓ પર નજર રાખે છે. સિદ્દિક અને ઝહીર 30 વર્ષનાં છે. બંન્ને ને  કરૂણ નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસઆઈયુ ઉપરાંત, કોઇમ્બતુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ જી. કાર્તિકેયાન પણ તપાસમાં સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુપ્તચર અધિકારીઓએ અબ્દુલ ખાદરના ફોન કોલની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તે સતત સિદ્દિક સાથે સંપર્કમાં હતો જે ઝહીર સાથે વારંવાર વાત કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન