Gujarat/ કોંગ્રેસ હાઈકમાન્ડે ફરીવાર ગેહલોત પર ભરોસો દર્શાવ્યો, જાણો ગુજરાતમાં કઈ મોટી જવાબદારી સોંપાઈ?

ગત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આગળ લઈ જવી અને ભાજપને 99 પર રોકી દેવામાં ગેહલોતને મહત્વની ભૂમિકા હતી. અશોક ગેહલોત રાજકારણના જૂના ખેલાડી છે. થોડા સમય અગાઉ પાટીદાર…

Top Stories Gujarat
Ashok Gehlot Updates

Kashyap Joshi, Special Correspondent

Ashok Gehlot Updates: ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ફરીવાર જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે જાણે કે પૂર્ણરૂપે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને લક્ષમાં રાખીને રણનીતિ બનાવતું હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂટણી પ્રભારી તથા સહ પ્રભારીની જાહેરાત કરી છે. ગુજરાતમાં મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોતને જ્યારે સહ ઓબ્ઝર્વર તરીકે ટી.એસ. સિંહ અને મિલિંદ દેવરાને જવાબદારી સોંપાઈ છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં મુખ્ય ઓબ્ઝર્વર તરીકે છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ જ્યારે સહ ઓબ્ઝર્વર તરીકે સચિન પાયલોટ અને પ્રતાપ સિંહ બાજવાને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અશોક ગેહલોત ગુજરાતના પ્રભારી હતા. હવે તેમને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ગત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આગળ લઈ જવી અને ભાજપને 99 પર રોકી દેવામાં ગેહલોતને મહત્વની ભૂમિકા હતી. અશોક ગેહલોત રાજકારણના જૂના ખેલાડી છે. થોડા સમય અગાઉ પાટીદાર આગેવાન નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવામાં તેમણે ઘણાં પ્રયાસ કર્યાં હતા. ભાજપની આંતરિક લડાઈ સામાજિક અને રાજકીય કાવાદાવા ખુબ સારી રીતે જાણે છે. સાથે જ અશોક ગેહલોત સોનિયા ગાંધીના ખુબ નજીક અને વિશ્વાસુ નેતાઓ પૈકી એક છે. એટલા માટે જ ગેહલોતને ગુજરાત જેવા મહત્વના રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. (Ashok Gehlot Updates)

આ પણ વાંચો: Ukraine Crisis / યુદ્ધમાં અનેક માસૂમ બાળકો બન્યા નિરાધાર, ઠેર ઠેર એકલા અતુલા રડતાં નજરે પડી રહ્યા છે

આ પણ વાંચો: ગુજરાત / કોંગ્રેસે ભાજપનાં ‘વિકાસ’ને કર્યો ગાંડો : અમદાવાદમાં લગાવાયેલા પોસ્ટર બન્યા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર : ગાંડા વિકાસને જોવા ઉમટ્યા ટોળા

આ પણ વાંચો: નવી દિલ્હી / ફરી વિદેશ જવા રવાના થયા રાહુલ ગાંધી, 17 જુલાઈએ પરત ફરશે