નવી દિલ્હી/ ફરી વિદેશ જવા રવાના થયા રાહુલ ગાંધી, 17 જુલાઈએ પરત ફરશે

રાહુલ ગાંધી પ્રાઈવેટ ટૂર પર ગયા છે કે ઓફિશિયલ ટૂર પર. તેઓ કયા દેશની મુલાકાતે જવાના છે તે સ્થળ પણ જાણી શકાયું નથી.

Top Stories India
રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ લોકસભા સાંસદ રાહુલ ગાંધી આજે ફરી એકવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા આજે સવારે ઉડન ભરી હતી અને 17 જુલાઈ, રવિવાર સુધીમાં ભારત પરત ફરશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રાહુલ પ્રાઈવેટ ટૂર પર ગયા છે કે ઓફિશિયલ ટૂર પર. તેઓ કયા દેશની મુલાકાતે જવાના છે તે સ્થળ પણ જાણી શકાયું નથી.

સંસદ સત્ર અને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ફરશે પરત

રાહુલ ગાંધી 17 જુલાઈએ એટલે કે સંસદ સત્ર પહેલા પરત ફરશે. જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને સત્ર 6 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે. આ સિવાય ED 21 જુલાઈએ સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરી શકે છે.

આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીએ ‘કાલી’ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈની ઉડાવી મજાક, કહ્યું- કોઈને આવા પાગલને…

આ પણ વાંચો:કોમેડિયન ભારતી સિંહે બતાવ્યો દીકરા લક્ષનો ચહેરો, જોઇને કહો કોના જેવો લાગે છે…..

આ પણ વાંચો:UP-દિલ્હી બાદ હવે હરિદ્વારમાં પણ ‘કાલી’ ફિલ્મના નિર્દેશક વિરુદ્ધ નોંધાઈ FIR