હવે બ્રિટનમાં મુસાફરી કરતા લોકોએ તેમની સાથે કોરોનાના ચાર ટેસ્ટ કરાવવા પડશે. નવા નિયમ મુજબ, વિશ્વના કોઈ પણ દેશમાંથી, જો કોઈ મુસાફર બ્રિટન જઇ રહ્યો હોય, તો તેણે હોમ આઇસોલેશનના સમયગાળા સુધી ચાર વાર કોરોના પરીક્ષણ કરાવવું પડશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં સરકારે જાહેરાત કરી હતી કે રેડ લીસ્ટમાં સમાવિષ્ટ દેશોમાંથી આવતા તમામ મુસાફરોને દસ દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આ 15 ફેબ્રુઆરીથી લાગુ થશે. પરંતુ હવે સરકારે જાહેરાત કરી છે કે જે મુસાફરો આ સૂચિમાં સમાવિષ્ટ દેશ સિવાય અન્ય દેશોમાંથી મુસાફરી કરી રહ્યા છે, તેઓને દસ દિવસ હોમ આઇસોલેશન પર રહેવું પડશે. આ ઉપરાંત ત્રણ જરૂરી કોરોના ટેસ્ટ પણ કરાવવા પડશે.
ચોથા પરીક્ષણ બાદ મુસાફરોને ઘરની બહાર નીકળવાની છૂટ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોએ તમામ પરીક્ષણોનો ખર્ચ જાતે જ ભોગવવાનો રહેશે. જો તેઓ તેમ નહીં કરે તો દંડ ફટકારવામાં આવશે. હાલમાં, ખાનગી લેબમાંથી પરીક્ષણ મેળવવા માટે રૂ 13,155 ખર્ચ થાય છે, એટલે કે ચાર પરીક્ષણો કરવા માટે લગભગ 52,000 કરતાં વધુ ખર્ચ થશે.
આ નવા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. હાલના નિયમ મુજબ મુસાફરોનો પહેલો ટેસ્ટ ટેકઓફ થવાના 72 કલાક પહેલા હશે. હો આઇસોલેશનના બીજા દિવસે બીજો ટેસ્ટ કરવો ખુબ જ મહત્વપૂર્ણ છે. મુસાફરોએ આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે. આ પછી, મુસાફરનો ત્રીજો ટેસ્ટ હોમ અઈસોલેશનના પાંચમાં દિવસે કરવામાં આવશે.
જો ત્રીજો ટેસ્ટ નકારાત્મક આવે તો મુસાફરને જુદા જુદા સમયગાળા પહેલા બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે. આ પછી ચોથો મહત્વનો ટેસ્ટ આઠમા દિવસે કરવામાં આવશે. આરોગ્ય વિભાગના પ્રવક્તા કહે છે કે સરકારે લોકોને સલામત રાખવા અને તેમના જીવન બચાવવા માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
