બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021 ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. થોડા સમય માટે તેણે સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું હતું. હવે ફરી પાછી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે અનુષ્કાની લેટેસ્ટ તસવીર જોઈને તમને નહીં લાગે કે તેણે તાજેતરમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે.
તાજેતરમાં જ પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની પુત્રીની પહેલી ઝલક બતાવતાં તેણે ચાહકોને કહ્યું કે તેની નાની પરીનું નામ વામિકા છે. આ પોસ્ટ પછી અનુષ્કાએ હવે તેની એક સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે ફીટ લાગી રહી છે.
View this post on Instagram
બિકીની પહેરી બીચ પર મસ્તીભર્યા અંદાજમાં નજર આવી આલ્યા ભટ્ટ, કેપ્શનમાં લખ્યું….આવું
લોકો અનુષ્કાની ફિટનેસ જોઇને ચોંકી ગયા
અનુષ્કાએ તેની મિરર સેલ્ફી પોસ્ટ કરી છે. આમાં તે બર્પ ક્લોથ તેના ખભા પર મૂકતી જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું, તેનો ફોટો શેર કરતી વખતે અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું કે, “કરંટ ફેવરિટ એક્સેસરી – બર્પ ક્લોથ! લોકો અનુષ્કાની ફીટ બોડી જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોએ તેને પૂછ્યું છે કે તેણી ક્યારેય ગર્ભવતી હતી કે નહીં.
ઉર્વશી રૌતેલાએ પહેર્યું 70 લાખ રુપિયાનું બ્રેસલેટ, વીડિયો જોઇને આંખો પહોળી થઇ જશે
અભિનેત્રીએ બ્લેક-વ્હાઇટ કલરનું કોમ્બિનેશન ટોપ પહેરેલું છે અને તે જ કલરનું જૈગિંગ. દીકરીને જન્મ આપ્યા બાદ તે ફીટ જોવા મળે છે.
આપણે જણાવી દઈએ કે આ પહેલા વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રી વામિકાનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીના કેટલાક ફોટા પોસ્ટ કર્યા, જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, “પ્રેમ, આભાર સાથે અમે જિંદગી જીતી લીધી છે. પરંતુ નાની વામિકાએ તેને એક બીજા જ લેવલ પર પહોંચાડી દીધા”
