Video/ સૌમ્યા ટંડને દીપિકા પાદુકોણના સોંગ ‘ઘૂમર’ પર કર્યો ડાન્સ, તમે પણ જુઓ

સૌમ્યા ટંડને આ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ઘૂમર સોંગ પર ખૂબ જ સારા એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. સૌમ્યા ટંડનનો આ વીડિયોને દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

Entertainment

ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ માં અનિતા ભાભીની ભૂમિકાથી લોકપ્રિય બનેલી અભિનેત્રી સૌમ્યા ટંડન આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. સૌમ્યા ટંડન તેના ડાન્સને યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરી રહી છે અને તે ખૂબ ધૂમ મચાવી રહી છે. સૌમ્યા ટંડનનો એક ડાન્સ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દીપિકા પાદુકોણની જેમ ઘૂમર ડાન્સ કરી રહી છે.

સૌમ્યા ટંડને આ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ઘૂમર સોંગ પર ખૂબ જ સારા એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. સૌમ્યા ટંડનનો આ વીડિયોને દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. ચાહકો પણ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂ મળી ચૂક્યા છે.

સૌમ્યા ટંડને ‘એસા દેશ હૈ મેરા’ દ્વારા ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. આમાં તેણે રસ્ટી દેઓલની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે ‘મેરી આવાઝ કો મિલ ગઇ રોશની’માં કામ કર્યું હતું.

આ સિવાય તે ‘કોમેડી સર્કસ કે તાનસેન’, ‘મલ્લિકા-એ-કિચન ઓન એર’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા શો પણ હોસ્ટ કરી ચૂકી છે. નાના પડદા પર સુપરહિટ શો ‘ભાભી જી ઘર પર હૈ’ દ્વારા ઘરમાં અનિતા નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ ગયેલી સૌમ્યા ટંડન આજે ટીવીની સૌથી વધુ લોકપ્રિય વહુઓમાં ગણાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ