સૌથી પ્રખ્યાત ટીવી શો બિગ બોસ 29 સપ્ટેમ્બરથી ટીવી સ્ક્રીનો પર દસ્તક આપવા જઇ રહ્યુ છે. શો ને લઇને પ્રેક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિગ બોસ એ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગનો એક એવો શો છે, જેણે ઘણા લોકોની કારકિર્દીને નવી ઉડાન આપી છે. બિગ બોસમાં આવ્યા બાદ ઘણા લોકોએ ખૂબ નામ અને ખ્યાતિ મેળવી છે. ચાલો અમે તમને બિગ બોસનાં વિજેતાઓ વિશે જણાવીએ.
રાહુલ રોય

બિગ બોસની પહેલી સિઝન જીત્યા પછી પણ રાહુલ રોયની ફિલ્મી કારકીર્દિમાં કોઈ ફેરફાર થયો નથી. તેની લોકપ્રિય ફિલ્મ “આશિકી” ને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે. 2017 માં, તેઓ ભાજપમાં જોડાવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હાલમાં રાહુલ રોયનું સમાચારથી ગુમ થયા છે.
આશુતોષ કૌશિક

બિગ બોસ 2 નો વિનર આશુતોષ કૌશિક 2013 માં જીલ્લા ગાઝિયાબાદમાં જોવા મળ્યો હતો. હાલ તે સમાચારથી સંપૂર્ણ રીતે ગુમ છે.
બિંદૂ દારા સિંહ

બિગ બોસ 3 નો વિજેતા બિંદૂ દારા સિંહ પણ છેલ્લે 2014 માં એક પંજાબી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ઇન્ડસ્ટ્રીમાં દેખાયો જ નહીં. પરંતુ તાજેતરમાં, બિંદૂ નચ બલિયે 9 માં જોવા મળ્યો હતો. ઘુણા સારુ પ્રદર્શન કર્યા બાદ બિંદૂ શોમાંથી દૂર થયો હતો.
શ્વેતા તિવારી

ટીવીનો લોકપ્રિય ચહેરો શ્વેતા તિવારીએ બિગ બોસ 4 નો ખિતાબ કબજે કરતી વખતે એક કરોડ રૂપિયાની રકમ મેળવી હતી. છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા તિવારી તેની અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તેણે તેના પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલું હિંસાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. કોહલીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જો કે બાદમાં તે જામીન પર બહાર આવ્યો. એક રિપોર્ટ મુજબ શ્વેતા ‘મેરે ડેડ કી દુલ્હન’ નામના નવા શોમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
જૂહી પરમાર

કુમકુમ ફેમ ટીવી અભિનેત્રી જૂહી પરમાર બિગ બોસ 5 ની વિજેતા બની હતી. લાંબા સમય સુધી સ્ક્રીન પરથી ગુમ થયા બાદ, જૂહી થોડા સમય પહેલા લોકપ્રિય ટીવી શો “શનિ” માં દેખાઇ હતી. તેણે આ ખિતાબ પોતાના નામે કરવા ખૂબ મહેનત કરી હતી.
ઉર્વશી ધોળકિયા

બિગ બોસ 6 ની વિજેતા ઉર્વશી ધોળકિયાનો ટીવી એક્ટ્રેસ તરીકેનો લાંબો ઇતિહાસ છે. સિરીયલ કસૌતી જિંદગીમાં કોમોલિકાનાં પાત્રએ ઉર્વશીની કારકિર્દીમાં પાંખો લગાવી દીધી હતી. આ શો પછી ઉર્વશીને ઘરમાં ઓળખ મળી હતી. લોકોએ તેના કોમોલીકાનાં પાત્રને ખૂબ પસંદ કર્યો. ત્યારબાદ થોડા સમય પહેલા તે ‘ચંદ્રકાંતા’ માં પણ રાની ઇરાવતીની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. હાલમાં ઉર્વશી નચ બલિયે 9 માં તેના એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે જોવા મળી રહી છે.
ગૌહર ખાન

અભિનેત્રી ગૌહર ખાને બિગ બોસ 7 નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બિગ બોસે ગૌહર ખાનને દરેક ઘરમાં પ્રખ્યાત બનાવી હતી, પરંતુ તેની કારકિર્દીમાં કોઇ ખાસ પરિવર્તન આવ્યું નહીં. જોકે તે વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ “બેગમ જાન” માં જોવા મળી હતી. તે મોડલિંગની દુનિયામાં સક્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના શૂટ અને રેમ્પ્સની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં ગૌહર ખાન વિશે ગ્લેમર વર્તુળોમાં એક ચર્ચા છે કે તે ‘ક્વીન’ ના નિર્દેશક વિકાસ બહલને ડેટ કરી રહી છે. બંને વચ્ચે મિત્રતા વધતી જઇ રહી છે. પરંતુ અભિનેત્રીનાં નજીકનાં મિત્રોએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે.
ગૌતમ ગુલાટી

બિગ બોસ 8 નો વિજેતા ગૌતમ ગુલાટી શો પર દેખાતા પહેલા જ એક લોકપ્રિય ચહેરો હતો. બિગ બોસ 8 નો ખિતાબ જીત્યા બાદ, તેની કારકિર્દીમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. શો ના વિજેતા બન્યા બાદ ગૌતમ ગુલાટી India’s Next Top Model શોમાં અતિથિ તરીકે હાજર થયો હતો. આ સિવાય તેણે એમટીવી બિગ એફ જેવા શો પણ હોસ્ટ કર્યા હતા. જો કે તેની કારકિર્દીમાં વધારે ઉડાન ન આવી શક્યુ.
પ્રિન્સ નરુલા

રિયાલિટી શો કિંગ તરીકે જાણીતા પ્રિન્સ નરુલાએ બિગ બોસ 9 નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આપણે બધાએ જોયું કે બિગ બોસની મુસાફરી પ્રિન્સ માટે સરળ નહોતી. ઘણા ઉતાર-ચઢાવ જોયા છતાં, પ્રિન્સ અંત સુધી વિજયની આશા સાથે રમ્યો અને શો ની ટ્રોફી જીતી લીધી. બિગ બોસ બાદ પ્રિન્સ સિરિયલ બઢો બહુમાં જોવા મળ્યો હતો. પ્રિંસે તેનો મ્યુઝિક વીડિયો પણ લોન્ચ કર્યો. હાલમાં પ્રિન્સ નચ બલિયેમાં તેની પત્ની યુવિકા ચૌધરી સાથે જોવા મળી રહ્યો છે.
મનવીર ગુર્જર

બિગ બોસ 10 નાં વિજેતા એવા મનવીર ગુર્જરએ આ શોમાં ખૂબ નામ કમાવ્યું હતું. ચાહકોને તેની બિગ બોસની યાત્રા એટલી પસંદ આવી કે તેને શો નો વિજેતા બનાવી દીધો. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અહીંયા તેના લુકની પણ ચર્ચા થઈ હતી. તેમ છતાં, તેણે ન તો બોલિવૂડમાં કે ન મોડેલિંગમાં વધારે રસ દાખવ્યો. આ શોનો વિજેતા બન્યા બાદ તે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયો હતો. ત્યારબાદ તેણે એક સામાજિક કાર્યકર તરીકે પણ કામ કર્યું. આ સાથે મનવીર ખતરો કે ખેલાડી શો માં પણ દેખાયો હતો. પરંતુ તે પછી પણ તે ટીવીની દુનિયામાં બહુ સક્રિય દેખાઈ ન શક્યો.
શિલ્પા શિંદે

બિગ બોસ 11 ની વિજેતા શિલ્પા શિંદે સેલેબ્સની સાથે માત્ર પ્રેક્ષકો જ નહીં પરંતુ સલમાન ખાનની પણ સૌથી વધુ પસંદ કરવામા આવતી કન્ટેસ્ટન્ટ હતી. તેણે સિઝન 11 નું બિરુદ પોતાના નામે કર્યું હતુ. શિલ્પા શિંદે, ટીવી પર અંગૂરી ભાભી તરીકે જાણીતી છે. પરંતુ શોમાંથી દૂર થયા બાદ તેની પાસે કામ નહોતું. તે બિગ બોસમાં આવી કે તુરંત જ તેની કારકીર્દિને અલગ દિશા મળી. બિગ બોસની બહાર ગયા બાદ તેણે આઈપીએલનાં શો જિયો ધન ધના ધનમાં ગુગલી દેવી બનીને લોકોને ખૂબ હસાવ્યા. આ ઉપરાંત મહેમાન તરીકે અનેક રિયાલિટી શોમાં પણ તેણે ભાગ લીધો હતો.
દીપિકા કક્કડ

બિગ બોસ 12 નું ટાઇટલ દીપિકા કક્કડ ઇબ્રાહિમે જીત્યો હતો. દીપિકાને ઇનામ રૂપે રૂ. 30 લાખની રકમ મળી હતી. દીપિકાએ આ રમત સમજદારીપૂર્વક રમી અને વિજેતાની ટ્રોફી જીતી હતી. તેમને ઓનલાઇન મતદાનમાં સૌથી વધુ મત મળ્યા હતા. દીપિકાની દેશભરમાં મોટી ફેન ફોલોઇંગ છે. દીપિકાને તેની ઓળખ ‘સસુરાલ સિમર કા’ બાદ મળી હતી. અત્યારે દીપિકા લોકપ્રિય ટીવી સીરિયલ કહા હમ કહા તુમ માં જોવા મળી રહી છે. આ સિરીયલમાં પણ દીપિકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
