Not Set/ ઐશ્વર્યા રાય બચ્ચન પર બાયોપિક, કંઈ એક્ટ્રેસ કરશે ઐશ્વર્યાનો રોલ..

મુંબઈ બોલિવૂડમાં હાલ બાયોપિક આ ટ્રેન્ડ છે કારણ કે આવી ફિલ્મો દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આવામાં એવા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેના પર આવી ફિલ્મો બનાવી શકાય છે જે પ્રેક્ષકોને પસંદ આવે. ઐશ્વર્યા રાય બચ્ચનનું જીવન એવું જ કંઇક છે કે જેમાં પ્રેક્ષકોને રસ હોઈ શકે. સૌંદર્યની બાબતે બોલિવૂડની ટોપની અભિનેત્રીઓ […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડમાં હાલ બાયોપિક આ ટ્રેન્ડ છે કારણ કે આવી ફિલ્મો દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આવામાં એવા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેના પર આવી ફિલ્મો બનાવી શકાય છે જે પ્રેક્ષકોને પસંદ આવે. ઐશ્વર્યા રાય બચ્ચનનું જીવન એવું જ કંઇક છે કે જેમાં પ્રેક્ષકોને રસ હોઈ શકે.

Image result for aishwarya rai bachchan

સૌંદર્યની બાબતે બોલિવૂડની ટોપની અભિનેત્રીઓ માંથી એક ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની અને તે પછી બોલિવૂડમાં સફળતા મેળવી હતી. દર્શકોને તેમના લવ લાઈફમાં પણ રસ હોઈ શકે છે.

ઐશ્વર્યાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે શરમાળ છે, પરંતુ તેની બાયોપિક વિશેનો વિચાર સ્પષ્ટ છે કે શા માટે તેમના પર બાયોપિક બની શકતી નથી. તેઓ આત્મકથા પણ લખવા માંગે છે પરંતુ તેઓ ને ડર છે કે જે તેમના વિચારો છે તેને પુસ્તકના રૂપમાં પ્રસ્તુત કરી શકશે કે નહીં કરી શકે.

Image result for aishwarya rai bachchan

ઐશ્વર્યાનું કહેવું છે કે તે હજી સુધી તેમણે વિચાર્યું નથી કે તેમના પર બાયોપિક બનશે કે નહીં બને.પરંતુ ભવિષ્યમાં તેવું થઇ પણ શકે છે.

સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, જો ઐશ્વર્યા પર બાયોપિક બને છે તો, તેમની ભૂમિકા કોણ ભજવશે? કારણ કે તે અભિનેત્રીની સરખામણી ઐશ્વર્યાની સુંદરતા સાથે પણ કરવામાં આવશે અને ઐશ્વર્યાના સૌંદર્યને મેચ કર્યું તે સરળ વાત નથી.

Related image