અભિનેતા પુનીત રાજકુમારને આજે હાર્ટ એટેક આવ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અભિનેતા પુનીત રાજકુમારને છાતીમાં દુખાવો થતાં સવારે 11.30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો છે. તેના ઈલાજ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની હાલત ગંભીર છે. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ગંભીર હતી.
આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળતા જ શાહરુખને મળવા મન્નત પહોંચી મલાઈકા અરોરા, જુઓ વીડિયો
પુનીત રાજકુમારની સ્થિતિ પર, ડો. રંગનાથ નાયકે ANIને જણાવ્યું કે અભિનેતાને લગભગ 11.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. તે પહેલા તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે પુનીતની હાલત ખૂબ જ નાજુક છે અને તેઓ તેને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
Actor Puneeth Rajkumar(in pic)was admitted after suffering chest pain at 11.30 am.Trying our best to treat him.His condition is serious.Can't say anything as of now.His condition was bad when brought to hospital, treatment on in ICU: Dr Ranganath Nayak, Vikram Hospital, Bengaluru pic.twitter.com/Gw4Xp5r5pV
— ANI (@ANI) October 29, 2021
એવું કહેવામાં આવી રહ્યું છે કે પુનીત ને સવારે ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અભિનેતાનું ECG (ઇકો કાર્ડિયોગ્રામ) હતું, જેનું પરિણામ દર્શાવે છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. વિક્રમ હૉસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો. ડો.રંગનાથ એમ પણ કહે છે કે અભિનેતાની હાલત બગડી રહી છે. આ સમયે કંઈપણ કહેવું મુશ્કેલ છે. જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. હાલ તેની ICU માં સારવાર ચાલી રહી છે.
https://www.instagram.com/reel/CTZhx32Cxgc/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાના ગયા બાદ કેવી રીતે જીવી રહી છે શહનાઝ ગિલ, વીડિયોમાં બતાવી જર્ની
પુનીતે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. વર્ષ 1985માં તે ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’માં જોવા મળ્યો હતો. આ રોલ માટે તેને ઘણા એવોર્ડ મળ્યા હતા. આ સાથે તેને નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તે છેલ્લે ફિલ્મ ‘સુવારત્થાના’માં જોવા મળ્યો હતો, જ્યાં દર્શકોને તેનો અભિનય પસંદ આવ્યો હતો.
આ પણ વાંચો :સુપરસ્ટાર રજનીકાંત ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ, ચાહકો થયા પરેશાન
આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળતા જ બહેન સુહાનાએ કરી પહેલી પોસ્ટ, લખ્યું – I LOVE YOU
આ પણ વાંચો :દિયા મિર્ઝાએ માધવનના પુત્રને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
