Cricket/ હાર્દિક પંડ્યાની મુસિબતોમાં વધારો, IPL 2022 માં MI તરફથી રમવુ મુશ્કેલ

આ સમયે હાર્દિક પંડ્યા માટે કશું જ બરાબર નથી ચાલી રહ્યું. એક તો તેની ફિટનેસને લઈને સવાલ છે, બીજું જ્યારે તે ફિટ નથી તો તેને વર્લ્ડકપમાં કેમ રમાડવામાં આવી રહ્યો છે અને હવે IPL ને લઈને સમસ્યા શરૂ થઈ ગઈ છે.

Sports
હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા IPL ઓક્શન પૂલમાં પરત મોકલવામાં આવે તેવી શક્યતા છે. 5 વખતની ચેમ્પિયન ટીમે એવા ખેલાડીઓની યાદી બનાવી છે જેને તે 2022ની સિઝનમાં જાળવી રાખશે.

હાર્દિક પંડ્યા

આ પણ વાંચો – T20 World Cup / રોનાલ્ડોની નકલ કરતા વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં હટાવી CocaCola ની બોટલ, Video

આપને જણાવી દઇએ કે, આ સમયે હાર્દિક પંડ્યા માટે કશું જ બરાબર નથી ચાલી રહ્યું. એક તો તેની ફિટનેસને લઈને સવાલ છે, બીજું જ્યારે તે ફિટ નથી તો તેને વર્લ્ડકપમાં કેમ રમાડવામાં આવી રહ્યો છે અને હવે IPL ને લઈને સમસ્યા શરૂ થઈ ગઈ છે. સમાચાર અનુસાર, હાર્દિક પંડ્યા આગામી IPLનાં ઓક્શન પૂલમાં સામેલ થઈ શકે છે. એટલે કે, મુંબઈ ઈન્ડિયન્સ કદાચ તેને જાળવી નહીં શકે. આપને જણાવી દઈએ કે, આ વખતે IPL માં 10 ટીમો જોવા મળશે. નવી ટીમમાં લખનઉ અને અમદાવાદનો સમાવેશ થાય છે. જેમ તમે જાણો છો કે આ વખતે મેગા ઓક્શન છે. જેના થકી ટીમો પોતાનો કોર બનાવશે. હાર્દિક પંડ્યા MI દ્વારા બનાવેલા કોર માં ફિટ નથી થઈ રહ્યો, જે 14 સીઝનમાં શ્રેષ્ઠ ટીમ રહી હતી. કારણ કે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને કિરોન પોલાર્ડને ટીમ જાળવી રાખશે. કારણ કે આ ત્રણેય ટીમની તાકાત છે.

હાર્દિક પંડ્યા

આ પણ વાંચો – T20 World Cup / તોફાની બેટિંગનાં દમ પર વોર્નરે બતાવ્યો પોતાનો અનુભવ, સવાલ ઉઠાવનારને બેટથી આપ્યો જવાબ

તેથી અત્યારે હાર્દિક પંડ્યાની આગામી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવાની શક્યતાઓ ઘણી ઓછી છે. હા, જો આ વર્લ્ડકપમાં હાર્દિક દ્વારા કોઇ ચમત્કારી ઇનિંગ કેટલીક અલગ રમત બતાવવામાં આવે તો કદાચ મુંબઈની ટીમ ફરી હાર્દિક તરફ નજર કરી શકે છે. પરંતુ એવું લાગતું નથી કે ઈજાના કારણે હાર્દિક હવે 130KMPH થી વધુની ઝડપે બોલિંગ કરી શકશે. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ તેના પર સટ્ટો લગાવવાનું ટાળશે. જોકે, જો હાર્દિક ફિટ થશે તો મુંબઈની ટીમ તેને ચોક્કસપણે હરાજીમાં ખરીદશે. જો મુંબઈની ટીમની પસંદગીની વાત કરીએ તો તે રોહિત, બુમરાહ, પોલાર્ડ સિવાય ઈશાન કિશન અને સૂર્ય કુમાર યાદવ હોઈ શકે છે.