Not Set/ IND v/s SA : વિરાટ બ્રિગેડે પ્રથમ ટી-૨૦માં મેળવ્યો શાનદાર વિજય, સીરીઝમાં ૧-૦થી આગળ

જોહનિસબર્ગ, ૬ વન-ડે મેચની શ્રેણીમાં ૫-૧થી સીરીઝ જીતનારી વિરાટ બ્રિગેડે પોતાનો વિજય રથ ચાલુ રાખ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૨૮ રને શાનદાર વિજય મેળવ્યો છે. પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૨૦૩ રન ફટકાર્યા હતા. […]

Sports

જોહનિસબર્ગ,

૬ વન-ડે મેચની શ્રેણીમાં ૫-૧થી સીરીઝ જીતનારી વિરાટ બ્રિગેડે પોતાનો વિજય રથ ચાલુ રાખ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૨૮ રને શાનદાર વિજય મેળવ્યો છે. પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૨૦૩ રન ફટકાર્યા હતા. ૨૦૪ રનના ટાર્ગેટનો પીછો કરતા યજમાન આફ્રિકાન ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૭૫ રન બનાવી શકી હતી. ભારત તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે તરખાટ મચાવતા સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની સીરીઝમાં ૧-૦ની લીડ હાંસલ કરી લીધી છે.

આં પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૨૦૩ રન ફટકાર્યા હતા. ઓપનર શિખર ધવને સ્ફોટક  બેટિંગ કરતા માત્ર ૩૯ બોલમાં જ ૭૨ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન અણનમ ૨૯, રોહિત શર્માએ ૨૧, કેપ્ટન વિરાટ કોહલીએ ૨૬ રન બનાવ્યા હતા. બીજી બાજુ આફ્રિકાની ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને માત્ર ૧૭૫ રન બનાવી શકી હતી અને ૨૮ રને પરાજય થયો હતો. યજમાન ટીમ તરફથી ઓપનર રીઝા હેનરીક્સે સૌથી વધુ ૭૦ રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ટી-૨૦ કેરિયરમાં પ્રથમ વખત ૫ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે પોતાની પ્રથમ ટી-૨૦ મેચ રમી હતી અને તેના એક વર્ષ બાદ જ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસી હેઠળ ભારતે ૨૦૦૭આ પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. આ ઉપરાંત અત્યાર સુધી રમાયેલી ૧૦ ટી-૨૦ મેચમાંથી ૭ મેચમાં વિજય મેળવ્યો છે. ત્યારે રવિવારે રમાયેલી ટી-૨૦ મેચમાં પણ પોતાનો વિજયરથ ચાલુ રાખવામાં સફળ રહી છે.