ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવાનો એક ફોટો અને વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં જીવા રસોડાના સેલ્ફ પર બેસીને રોટલી વણતા દેખાઇ રહી છે. એમએસ ધોની સોશલ મીડિયામાં બહુ ઓછા એક્ટિવ રહે છે. પણ તેમની પત્ની સાક્ષી અને દીકરી જીવા તેટલા જ વધુ એક્ટિવ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર જીવાનો પણ એકાઉન્ટ છે અને તેના ફોલોઅર્સની સંખ્યા પણ સારી એવી છે. એક લાખ જેટલા લોકો જીવાના એકાઉન્ટને ફોલો કરે છે.
ઓક્ટોબરમાં પણ જીવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક મલયાલમ સોંગ ગાતી જોવા મળી હતી. એક મિનીટ અને આઠ સેકેન્ડના આ નવા વીડિયોમાં જીવા રોટલી વણતા બહુ ક્યુટ દેખાય છે. જીવાના ફોટો અને વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે અને લોકો પણ તેને પસંદ કરે છે.