Not Set/ રવિ શાસ્ત્રીએ આપ્યું ધોનીના ભાવિ અંગે મોટું નિવેદન

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં રમવા અંગે ઉભી થયેલી રહેલી વિવિધ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. ધોનીના ભાવિ અંગે નિવેદન આપતા રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, આ સ્ટાર ખેલાડીએ હજુ પોતાનું અડધુ પ્રદર્શન પણ કર્યું નથી અને તે ૨૦૧૯ ના વર્લ્ડ કપ માટેની […]

Sports
download 2 e1504338421455 રવિ શાસ્ત્રીએ આપ્યું ધોનીના ભાવિ અંગે મોટું નિવેદન

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં રમવા અંગે ઉભી થયેલી રહેલી વિવિધ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. ધોનીના ભાવિ અંગે નિવેદન આપતા રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, આ સ્ટાર ખેલાડીએ હજુ પોતાનું અડધુ પ્રદર્શન પણ કર્યું નથી અને તે ૨૦૧૯ ના વર્લ્ડ કપ માટેની ટીમની યોજનામાં સંપૂર્ણ રીતે સામેલ છે. વધુમાં જણાવતા શાસ્ત્રીએ કહ્યું કે, ધોની અત્યારે ડ્રેસિંગ રૂમનો “લિવિંગ લીજેન્ડ“ છે, અને આ પહેલા ૩૬ વર્ષની વયે સચિન તેંડુલકર કે ગાવસ્કરના પણ વિકલ્પ શોધવામાં આવ્યા ન હતા.

મહત્વનું છે કે, શ્રીલંકા સામે રમાઈ રહેલી સીરીઝમાં ધોની શાનદાર ફોર્મમાં રહ્યો છે. ધોનીએ છેલ્લી ત્રણ મેચ દરમિયાન અણનમ ૪૩,૬૭,૪૯ રનની ઇનિંગ્સ રમી હતી અને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો.