Not Set/ બિહારમાં પણ કોંગ્રેસમાં રેલાયો બગાવતનો સુર

ગુજરાત બાદ બિહારમાં પણ કોંગ્રેસ પાર્ટીના MLA માં બગાવતનો સુર જોવા મળી રહ્યો છે. કોંગ્રસના ૧૪ ધારાસભ્યો દ્વારા રાજ્યના સીએમ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળની જેડીયુમાં સામેલ થવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ૧૪ MLA એ પોતાનો એક અન-ઔપચારિક સમૂહ બનાવી દીધો છે. મહત્વનું છે કે, પહેલેથી પોતાના અસ્તિત્વ સામે સવાલોનો સામનો […]

India

ગુજરાત બાદ બિહારમાં પણ કોંગ્રેસ પાર્ટીના MLA માં બગાવતનો સુર જોવા મળી રહ્યો છે. કોંગ્રસના ૧૪ ધારાસભ્યો દ્વારા રાજ્યના સીએમ નીતીશ કુમારના નેતૃત્વ હેઠળની જેડીયુમાં સામેલ થવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ૧૪ MLA એ પોતાનો એક અન-ઔપચારિક સમૂહ બનાવી દીધો છે.

મહત્વનું છે કે, પહેલેથી પોતાના અસ્તિત્વ સામે સવાલોનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે બિહારના ૨૭ MLA ના સમૂહમાંથી ૧૪ MLA ના બગાવતી સુરથી એક મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સીએમ નીતીશ કુમાર પર MLA ને પદની લાલચ આપીને પોતાની પાર્ટીમાં ખેંચતાણના આરોપો લગાવ્યા છે.